આમચી મુંબઈટોપ ન્યૂઝ

થાણેમાં સરેરાશ ૫૧ ટકા નાળાસફાઈ પૂરી

થાણે: મુંબઈમાં સરેરાશ ૬૫.૭૬ ટકા નાળાસફાઈ થઈ છે, તેની સામે થાણેમાં માંડ ૫૧ ટકા નાળાસફાઈ પૂરી થઈ છે. ચોમાસું નજીક છે ત્યારે અધૂરી નાળાસફાઈને કારણે પાણી ભરાઈ જાય નહીં તેની ચિંતા નાગરિકોને સતાવી રહી છે ત્યારે થાણે પાલિકાએ ૩૧મે, ૨૦૨૫ સુધી તમામ નાળાઓની સફાઈ પૂરી થઈ જશે એવો દાવો કર્યો છે.

થાણે પાલિકા પ્રશાસનના જણાવ્યા મુજબ થાણેમાં સરેરાશ ૫૧ ટકા નાળાસફાઈ થઈ છે અને ચોમાસા પહેલા તમામ નાળા અને ગટરોની સફાઈ પૂરી થશે. તેમ જ મશીનની મદદથી મોટા નાળાની સફાઈ કરવામાં આવી રહી છે, તેમાં અત્યાર સુધી ૯૦ ટકા કરતા વધુ સફાઈ થઈ ગઈ છે અને જ્યાં મોટા મશીન જઈ શકતા નથી તેવા નાના નાળાની સફાઈ ચાલી રહી છે.

થાણે પાલિકાના નવ વોર્ડમાં નાના-મોટા કુલ ૨૭૮ કિલોમીટર લંબાઈના નાળા છે. તેમાંથી મોટા નાળાની મશીનથી સફાઈ કરવામાં આવી રહી છે અને મોટાભાગની સફાઈ થઈ ગઈ છે. જયાં ગીચ વસતી છે અને નાના નાળા છે ત્યાં મશીન જઈ શકે તેવી હાલત નથી મનુષ્ય બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.

આ પણ વાંચો…મુંબઈના આ વિસ્તારોમાં આવતા બુધવારે રહેશે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button