ઇન્ટરનેશનલ

તો આ કારણે હમાસે કર્યો હતો ઇઝરાયલ પર હુમલો!

ભારતના ડ્રીમ પ્રોજેક્ટને અટકાવવાનો હેતુ હતો

ઇઝરાયલ-હમાસ વચ્ચે જ્યારથી યુદ્ધ છેડાયું છે, ત્યારથી વિશ્વની નજર તેના પર મંડાયેલી છે. અમેરિકા પણ તેના પર સતત નજર રાખી રહ્યું છે. હવે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેને આ યુદ્ધના કારણ વિશે વાત કરી છે.

ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હાલમાં જ ભારતમાં જી-20 શિખર સંમેલનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મહત્વપૂર્ણ ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને કારણે જ હમાસે ઇઝરાયલ પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ રેલ પ્રોજેક્ટ આ સંપૂર્ણ ક્ષેત્રને રેલ નેટવર્કથી જોડે છે.


7 ઑક્ટોબરના રોજ થયેલા હમાસના આતંકવાદી હુમલામાં 1,400થી વધુ ઇઝરાયલી લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી હજી પણ ચાલુ છે. બાઇડેને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આ તેમના પોતાના વિચારો છે અને તેમની પાસે તેના માટે કોઈ પુરાવા નથી, પરંતુ મારો અંતરાત્મા મને આમ કહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે આ પ્રોજેક્ટને કોઇ પણ ભોગે છોડી શકીએ નહીં.


ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં આ બીજી વખત છે કે જ્યારે જો બાઇડેને હમાસ હુમલાના સંભવિત કારણ તરીકે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC)નો ઉલ્લેખ કર્યો છે. ઘણા લોકો આ આર્થિક કોરિડોરને ચીનના BRI પ્રોજેક્ટના વિકલ્પ તરીકે પણ જોઈ રહ્યા છે. તે સંયુક્ત રીતે અમેરિકા, ભારત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને યુરોપિયન દેશોને જોડશે. સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટ દરમિયાન ભારત દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. આ કોરિડોર બે ભાગમાં હશે. એક ભાગ ઈસ્ટર્ન કોરિડોર હશે જે ભારતને ગલ્ફ ક્ષેત્ર સાથે જોડશે, જ્યારે બીજો ભાગ ઉત્તરીય કોરિડોર હશે જે ગલ્ફ પ્રદેશને યુરોપ સાથે જોડશે.


આ ઇકોનોમિક કોરિડોર ઘણો મહત્વપૂર્ણ છે અને ખાસ વાત તો એ છે કે તેમાં ચીન સામેલ નથી. આ મુદ્દે રાજકીય પંડિતોનું માનવુ છે કે ચીનની વિસ્તારવાદી અને પૈસા આપીને ગુલામ બનાવવાની નીતિથી બધા પરિચિત છે અને તેનાથી દૂર જ રહેવા માગે છે. આ ઇકોનોમિક કોરિડોરથી ચીનના પેટમાં ફાળ પડી છે. તે ભારત સાથે સીધા યુદ્ધમાં ઉતરી શકે તેમ નથી, તેથી તેણે આ ઇકોનોમિક કોરિડોરના સાથી દેશ ઇઝરાયલ પર હમાસના આતંકવાદીઓનો હુમલો કરાવી તેમાં રોડા નાખવાનો અને આ પ્રોજેક્ટને પટરી પરથી ઉતારી પાડવાનો ઉપાય અજમાવ્યો છે. ઇઝરાયલ-હમાસના યુદ્ધમાં ચીને હમાસનું સમર્થન કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત