રાશિફળ

આજનું રાશિફળ (23-05-25): આ પાંચ રાશિના જાતકોને આજે મળી શકે છે કોઈ Good News… જાણી લો તમારી રાશિ છે કે નહીં?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેશે. આજે નોકરી મેળવવાના તમારા પ્રયાસમાં સફળતા મળશે. વેપારમાં પણ આજે તમને સારી એવી પ્રગતિ મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. પૂજા-પાઠમાં આજે તમારું મન લાગશે. કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સહકર્મચારીઓ તમારું કામ બગાડવાનો પૂરો પ્રયાસ કરશે, પણ તમારે સાવધાની રાખવી પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગળ રહેશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, કારણ કે પરિવારના કોઈ સદસ્યના રિટાયરમેન્ટ જેવી ખુશખબરી સાંભળવા મળી શકે છે. ભાઈ-બહેનો સાથે પ્રોપર્ટીને લઈને વાદ-વિવાદ થશે. આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરશો તો તેમાં ચોક્કસ નુકસાન થશે. પરિવારના વડીલ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. આજે બિઝનેસમાં કેટલાક નવા પ્રયોગો કરી શકશો. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. માતા આજે તમને કોઈ નવી જવાબદારી સોંપી શકે છે, પણ તમારે પીછે હઠ કરવાની જરૂર નથી. પરિવારના કોઈ સદસ્યના મનમાનીભર્યા વર્તનને કારણે તમને થોડી મુશ્કેલી પડી શકે છે. અટકી પડેલાં કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે કોઈ કામ માટે તમારે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. કાયદાકીય મામલામાં આજે તમારે તમારા આંખ અને કાન બંને ખુલ્લા રાખવા પડી શકે છે, નહીં તો વિરોધી તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે નવું ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે, પણ દસ્તાવેજો પર તમારે પૂરતું ધ્યાન આપવું પડશે. પિતા આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ લાવશે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ રહેશે. આજે તમારા ખર્ચમાં વધારો થશે. બિઝનેસમાં પણ તમે ફેરફાર કરવાની યોજના બનાવશો. સંતાને જો કોઈ એક્ઝામ આપી હતી તો એમાં તેને સફળતા મળી રહી છે. આજે તમારા મનમાં કોઈ કામને લઈને ટેન્શન રહેશે. આજે તમારી ઉપર કોઈ ખોટો આક્ષેપ લાગી શકે છે. કામના સ્થળે તમારી પ્રગતિ થઈ શકે છે. ખાવા-પીવાની આદતોમાં ફેરફાર કરવો પડી શકે છે.

કન્યા કન્યા રાશિના જાતકો માટે આજે અમુક લોકોથી દૂર રહેવાનો રહેશે. આજે તમે કોઈ બહારની વ્યક્તિના વિવાદમાં વચ્ચે પડશો તો વિના કારણ ટેન્શન થશે અને એની અસર તમારા કામ પર પણ જોવા મળશે. કામના સ્થળે કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારે તમારા કામને લઈને આજે બિલકુલ ઉતાવળ ના કરવી જોઈએ. વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે, નહીં તો દુર્ઘટના થવાની શક્યતા છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે કેટલાક અજાણ્યા લોકોથી દૂરી બનાવી રાખવી પડશે. કોઈ સાથે પાર્ટનરશિપમાં પણ ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. સંતાન તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો ભવિષ્યમાં એનાથી સારો એવો લાભ થશે. પરિવારમાં સભ્યો સાથે સારી એવી બોન્ડિંગ રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કામ પૂરા કરવાનો રહેશે. પરિવારમાં કોઈ જન્મદિવસ કે માંગલિક કાર્યક્રમ યોજાશે. પરિવારના કોઈ સદસ્યના કરિયરને લઈને ચિંતિત હતા તો આજે એમાંથી પણ મુક્તિ મળશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. સાસરિયામાંથી કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તેને કારણે તમારા આપસી સંબંધોમાં મુશ્કેલી પડી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ સંબંધિત મામલામાં સારો રહેશે. તમારું અટકી પડેલું ધન પાછું મળી શકે છે. બગડેલાં કામ પણ બની રહ્યા છે. આજે તમે તમારા પરિવારના કોઈ સભ્યના હિતમાં કોઈ નિર્ણય લઈ શકો છો, પણ એ માટે પહેલાં પરિવારના વડીલોની સલાહ લેવી તમારા માટે હિતાવહ રહેશે. આજે જીવનસાથીની કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે, પણ તમે કંઈ પણ કહેશો નહીં.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ વાદ-વિવાદથી દૂર રહો, નહીં તો સમસ્યા વધી શકે છે. પરિવારમાં પૈતૃક સંપત્તિને લઈને કોઈ લડાઈ ઝઘડો ચાલી રહ્યો હશે તો તેનો પણ નિવેડો આવી રહ્યો છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે. ભાઈ-બહેનને કોઈ કામ માટે આજે તમે પ્રોત્સાહિત કરશો. મનમાં કોઈ વાત કે કામને લઈને શંકા હોય તો આજે એ કામમાં આગળ ના વધો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નુકસાનકારક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ વાતને લઈને તમારું મન પરેશાન રહેશે. જો પરિવારના કોઈ સભ્યના લગ્નમાં અવરોધ આવી રહ્યો હશે તો આજે એ પણ દૂર થશે. કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી આજે તમારે દૂર રહેવું જોઈએ. પરિવાર સાથે થોડો સમય આનંદમાં પસાર કરશો. સંતાન આજે તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમને કોઈ શારીરિક સમસ્યા સતાવશે. બિઝનેસમાં કોઈ ચઢાવ-ઉતારથી આજે તમે થોડા પરેશાન રહેશો અને એમાંથી બહાર આવવા આજે તમે કોઈ પાસેથી લોન પણ લેશો. જીવનસાથીની ભાવનાઓનું તમારે સન્માન કરવું પડશે, નહીં તો તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. આજે તમારે કોઈ પણ કામ આવતીકાલ પર ટાળવાનું ટાળવું જોઈએ. સંતાનના ભવિષ્ય માટે કોઈ સારી યોજના બનાવી શકો છો.

આપણ વાંચો: સૂર્યના નક્ષત્રમાં બુધનું ગોચર, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button