બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કોને થશે ફાયદો?

બનાસકાંઠાઃ ગુજરાતમાં બનાસ ડેરીએ લાખો પશુપાલકોને મોટી ભેટ આપી હતી. જેમાં આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સણાદર ખાતેના કાર્યક્રમમાંથી આ જાહેરાત કરી હતી.
પશુપાલકોને વધારાના મળશે આટલા કરોડ રૂપિયા
આ જાહેરાતથી દર મહિને પશુપાલકોને વધારાના રૂ.25 કરોડ મળશે તેવો અંદાજ છે.આ વધારાથી દૂધ વાપરતા ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવાની રહેશે નહીં. શંકર ચૌધરીએ કહ્યું, બનાસ ડેરી પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે અને તેમની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે.
બનાસ ડેરી 1.8 લાખ જેટલા શેરધારકો ધરાવે છે, જે 1200 જેટલા ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલા છે. હાલમાં, બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજારથી વધુ સભાસદો જોડાયેલા છે. આ સભાસદો તેમના પશુઓનું દૂધ દૂધ મંડળીઓમાં ભરાવે છે, અને તેના બદલામાં તેમને દૂધના ભાવ ઉપરાંત ડેરીના નફામાંથી બોનસ પણ મળે છે.
આ પણ વાંચો…આમ આદમીને ફટકોઃ દૂધના ભાવમાં આવતીકાલથી વધારો, જાણો કેટલી થઈ વૃદ્ધિ