ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના એડિશન પ્રિન્સિપાલ સેક્રેટરીને ઓળખો છો?

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને જે કોઈ ગાંધીનગર સચિવાલયમાં મળવા આવેજાય તેમની માટે અવિન્તિકા સિંહનું નામ અજાણ્યું નથી. ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO)માં વિવિધ ફરજ બજાવતા અવન્તિકા સિંહ હવે એક પગથિયું આગળ વધ્યાં છે અને મુખ્ય પ્રધાનના એડિશન પ્રિન્સપાલ સેક્રેટરી બની ગયા છે. ત્યારે આ બાહોશ મહિલા આઈએએસ વિશે જાણવું જરૂરી છે.
૨૦૦૩ બેચના IAS અવંતિકા સિંહ ઔલખ સપ્ટેમ્બર ૨૦૨૧ થી CMO માં કાર્યરત છે. આ પહેલા તેઓ અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અવંતિકા સિંહ ઔલખ અત્યાર સુધી મુખ્યમંત્રીના સેક્રેટરી હતા, હવે તેઓ મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવની જવાબદારી સંભાળશે.
આ પણ વાંચો: Gujarat ના સીએમ ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં લીધો આ મોટો નિર્ણય
અવન્તિકા સિંહ મૂળ પંજાબના હોશિયારપુરના રહેવાસી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમની પાસે નેતાજી સુભાષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NSIT) દિલ્હીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને પ્રતિષ્ઠિત હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી છે. ગુજરાતના અમદાવાદ ઉપરાંત, તેઓ વડોદરા, ભરૂચ અને આણંદ જિલ્લાના કલેક્ટર રહી ચૂક્યા છે. તેમને બે શ્રેષ્ઠ કલેક્ટર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન માટે તેમણે કરેલી કામગીરી વખાણવામાં આવે છે.
આ રીતે અલગ તરી આવે છે અવન્તિકા સિંહ
સામાન્ય રીતે આઈએએસ અધિકારી અને ખાસ કરીને મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં કાર્યરત અધિકારીઓ ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે અને વ્યસ્તતાને લીધે લોકોને તો શું કે ધારાસભ્યો કે સાંસદનો પણ મળતા નથી હોતા કે બરાબર જવાબ નથી આપતા. ઘણા અધિકારીઓ ઊંચી પોસ્ટ પર જઈ તોછડા બની જતા હોય છે, પરંતુ અવન્તિકા આ બધાથી અલગ છે. હંમેશાં સ્મિતવાળો ચહેરો અને ખૂબ નમ્ર સ્વભાવ ધરાવતા અવન્તિકાની સાદગી પણ નજરે ચડી તેવી છે. સાદી કોટન સાડીમાં સજ્જ અવન્તિકા લગભગ તેમને મળવા આવતા સૌની સાથે વાત કરવાની કોશિશ કરે છે. તેમની નિયુક્તિથી સિચવાલયમાં નિયમિત આવતા ધારાસભ્યો અને સાંસદો પણ ખુશ છે.
અધિકારી તરીકે ખૂબ જ સક્રિય અવન્તિકાનાં પતિ પણ આઈએએસ છે. બે સંતાનની માતા પણ છે. અવંતિકા સિંહના લગ્ન IAS રૂપવંત સિંહ સાથે થયા છે. તેઓ ગુજરાત કેડરના IAS છે. તેઓ હાલમાં GMDC (ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ના MD છે. અવન્તિકા બે સંતાનની માતા છે.
કેન્દ્ર કે રાજ્ય સ્તરે વહીવટીતંત્રમાં મહિલાઓનું યોગદાન ખૂબ જ મહત્વનું છે ત્યારે અવન્તિકા સિંહ પણ પોતાને મળેલી આ નવી જવાબદારી ખંતપૂર્વક અને પ્રભાવશાળીન રીતે નિભાવશે તેમાં બેમત નથી.