ટોપ ન્યૂઝનેશનલ

PM નરેન્દ્ર મોદીએ 26 હજાર કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી, 103 અમૃત ભારત સ્ટેશનોનું ઉદ્ઘાટન…

વડા પ્રધાને રેલવે, રસ્તા, વીજળી અને પાણી સહિત નવીનીકરણીય કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

બિકાનેર, રાજસ્થાનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાત પહોંચ્યાં છે. તેઓ બિકાનેર અને દેશનોકમાં કરણી માતા મંદિરની મુલાકાતે પણ પહોંચ્યાં હતાં. વડા પ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. આ દરમિયાન 26,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યાો છે. પલાનામાં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

ANI

બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી
દેશમાં રેલ માળખાગત સુવિધાઓમાં સતત સુધારો અને વૃદ્ધિ કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડા પ્રધાન ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રૂપિયા 1,100 કરોડથી વધુના ખર્ચે વિકસિત 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 1,300 થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે.

PM Modi inaugurated 103 redeveloped railway stations.

પુન:વિકાસ પામેલા 103 રેલવે સ્ટેશનોનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
કરણી માતા મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સેવા આપતું દેશનોક રેલવે સ્ટેશન મંદિર સ્થાપત્ય, કમાન અને સ્તંભ થીમથી પ્રેરિત છે. તેલંગાણાનું બેગમપેટ રેલવે સ્ટેશન કાકટિયા સામ્રાજ્યના સ્થાપત્યથી પ્રેરિત છે. બિહારના થાવે સ્ટેશનમાં 52 શક્તિપીઠોમાંથી એક મા થાવેવાળીનું પ્રતિનિધિત્વ કરતી અને મધુબની ચિત્રો દર્શાવતી વિવિધ ભીંતચિત્રો અને કલાકૃતિઓ છે. ગુજરાતનું ડાકોર સ્ટેશન રણછોડરાયજી મહારાજ દ્વારા પ્રેરિત છે. ભારતભરમાં પુનઃવિકસિત AMRUT સ્ટેશનો સાંસ્કૃતિક વારસા, દિવ્યાંગજનો માટે મુસાફરો-કેન્દ્રિત સુવિધાઓ અને મુસાફરીના અનુભવને વધારવા માટે ટકાઉ પ્રથાઓ સાથે આધુનિક માળખાગત સુવિધાઓને એકીકૃત કરે છે.

pm modi prayer karni mata temple

4,850 કરોડથી વધુના ખર્ચે બનેલા 7 રોડ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કર્યા
વડા પ્રધાને ચુરુ-સાદુલપુર રેલવે લાઇન (58 કિમી) અને સુરતગઢ-ફલોદી (336 કિમી)નો શિલાન્યાસ કરશે. ફુલેરા-દેગાણા (109 કિમી), ઉદયપુર-હિંમતનગર (210 કિમી), ફલોદી-જૈસલમેર (157 કિમી) અને સમદરી-બાડમેર (129 કિમી) રેલ લાઇનના વીજળીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યાં છે. રાજ્યમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે વડા પ્રધાન 3 વાહન અંડરપાસના નિર્માણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પહોળા અને મજબૂત બનાવવા માટે શિલાન્યાસ કર્યો. 4,850 કરોડથી વધુના ખર્ચે બનેલા રાજસ્થાનમાં 7 રોડ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કર્યા છે. આ હાઇવે ભારત-પાકિસ્તાન સરહદ પર ફેલાયેલા છે, જે સુરક્ષા દળો માટે પ્રવેશમાં વધારો કરે છે અને ભારતના સંરક્ષણ માળખાને મજબૂત બનાવે છે.

PM modi rajasthan

રાજસ્થાન સરકારના 25 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં માળખાગત સુવિધાઓ, કનેક્ટિવિટી, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ અને પાણીની ઉપલબ્ધતા વધારવા માટે રાજસ્થાનમાં 25 મહત્વપૂર્ણ રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. જેમાં 3,240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 750 કિમીથી વધુ લંબાઈના 12 રાજ્ય ધોરીમાર્ગોના અપગ્રેડેશન અને જાળવણી માટેના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, આ કાર્યક્રમ હેઠળ વધુ વિસ્તરણમાં વધારાના 900 કિલોમીટર નવા હાઇવેનો સમાવેશ થાય છે. વડા પ્રધાને આ રાજસ્થાનની યાત્રા દરમિયાન અન્ય અનેક વિકાસકામોનો શિલાન્યાસ કર્યો અને અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button