દીપિકા કક્કડની હેલ્થ અપડેટ્સથી ફેન્સ વધારે ચિંતામાંઃ અભિનેત્રી હૉસ્પિટલમાં…

સસુરલ સિમરકા સિરિયલથી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા કકક્ડ હાલમાં તેની બીમારીને લીધે ચર્ચામાં છે. દીપિકાના પતિ અને અભિનેતા શોએબે અગાઉ પોતાના વ્લોગમાં પત્નીની બીમારી વિશે ફેન્સને જણાવ્યું હતું. દીપિકાને લીવરમાં ટ્યૂમર હોવાની અને અભિનેત્રી તકલીફો સહન કરતી હોવાનું તેણે જણાવ્યું હતું અને લોકોને તેની માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. ત્યારે હવે ફરી તેણે વ્લોગમાં પત્નીની હેલ્થ અપડેટ આપી છે, જે ફેન્સ માટે ચિંતાજનક છે.

શોએબે જણાવ્યું છે કે દીપિકાને તકલીફો વધી રહી છે. તે તેનાં બાળક રૂહાનને બેસ્ટ ફિડિંગ કરાવી શકતી નથી. પોતે બીમાર હોવાથી તે બ્રેસ્ટ ફિડિંગ નહતી કરતી, પરંતુ તેના લીધે દીપિકાના સ્તન પર ગાંઠ થઈ ગઈ અને તેને પહેલા ફીવર અને પછી ફ્લુ થઈ ગયો. આખો પરિવાર રાતભર તેની સારવાર કરતો રહ્યો પણ કંઈ ફરક ન પડતા તેને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવી પડી છે. અહીં તે સારવાર લઈ રહી છે. તેની આ સ્થિતિને લીધે તેની સર્જરી હમણા નહીં થઈ શકે.

તેનાં રિપોર્ટ્સ આવી ગયા છે અને ટ્યૂમર વિશે જે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે તે હવે સ્પષ્ટ થઈ જશે. તેણે એમપણ કહ્યું છે કે આ બધા વચ્ચે દીકરા રૂહાને અમને ઘણી રાહત આપી છે. તે બ્રેસ્ટ ફિડિંગ માટે વધારે જીદ કરતો નથી. અગાઉ દીપિકાને લીવરમાં જે ટ્યૂમર છે તે કેન્સરનું છે કે નહીં તે મામલે રિપોર્ટ્સ આવ્યા ન હતા, તેમ શોએબે જણાવ્યું હતું. હવે આ રિપોર્ટ્સ થઈ ગયા છે ત્યારે રિપોર્ટ્સમાં શું છે તે શોએબ જણાવે તેની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. દીપિકા અને શોએબ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેમના વ્લોગ દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે.
આપણ વાંચો : દીપિકા કક્કડની હેલ્થ અપડેટ્સથી ફેન્સને ચિંતાઃ પતિ શોએબે કહ્યું પ્રાર્થના કરો કે…