આપણું ગુજરાત

ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ, ધર્મવિરોધી પ્રચાર કરનાર સામે કાર્યવાહી, પોલીસે 110 ID બ્લોક કરી…

અમદાવાદઃ ઓપરેશન સિંદૂર મુદ્દે ભારતમાં અનેક લોકોએ દેશ વિરોધી લખાણો લખ્યા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યાં હતાં. વિશ્વભરમાં અનેક દેશોએ ઓપરેશન સિંદૂર માટે ભારતના વખાણ કર્યાં છે. પરંતુ આપણાં જ દેશમાં કેટલાક લોકો એવા છે, જેમણે ઓપરેશન મુદ્દે વિવાદિત પોસ્ટ કરી હતી. આવા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. ઓપરેશન દરમિયાન દેશવિરોધી અને ધાર્મિક આસ્થા ભડકાવી શકે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

CID સાયબર સેલે ઓપરેશન દરમિયાન 110 પ્રોફાઇલ બ્લોક કરી
એટીએસ અને અલગ અલગ શહેરોની સાયબર ક્રાઈમની ટીમોએ સોશિયલમાં ચાલતી દેશવિરોધી ગતિવિધિઓ પર નજર રાખી હતી. જેથી CID સાયબર સેલે આર્મીના ઓપરેશન દરમિયાન 110 આવી પ્રોફાઇલ બ્લોક કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ફેક ન્યૂઝ, દેશ વિરોધી દુષ્પ્રચાર સાથે ધાર્મિક લાગણીઓ ભડકાવાના પ્રયાસ જેવા કન્ટેન્ટને ફિલ્ટર કરી તેમની તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ઓપરેશન દરમિયાન યુટ્યુબના માધ્યમથી દેશ વિરોધી અને ખોટા સમાચાર ફેલાવવા મામલે 50થી પણ વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આવી રીતે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન કરી હતી ભારતની આલોચના
વધારે વિગતે વાત કરવામાં આવે તો, એટીએસ દ્વારા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમણે સોશિયલ મીડિયામાં ભારત વિરોધી અથવા પાકિસ્તાનના વખાણ કરતી પોસ્ટ શેર કરી હતી. આ કેસમાં 3થી 4 શિક્ષકની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ શિક્ષકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની આલોચના કરીને પાકિસ્તાનના વખાણ કર્યા હતાં. જેથી આ લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસે નડિયાદમાંથી પમ એક સગીર સહિત બેની ધરપકડ કરી હતી.

આપણ વાંચો : ભારત વિરોધી પ્રચાર કરવા 50 વેબસાઈટ હેક કરી! એટીએસે નડિયાદના બે વ્યક્તિની ધરપકડ કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button