પુરુષલાડકી

ફોકસ : પ્રત્યેક સફળ પુરુષનું ખરું પીઠબળ હોય છે એક સ્ત્રી…

-ઝુબૈદા વલિયાણી

માનવ જીવનના વિકાસમાં સ્ત્રીએ એના શોખ અને પસંદગીના ઉદ્દાત્ત ધોરણો સ્થાપીને એવું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે

  • કલાના દરેક ક્ષેત્રમાં, જ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રમાં અને માનવ મનની વિભાવનાના, સ્ત્રીને નમસ્કાર યોગ્ય ગણવામાં આવી છે.
  • વાસ્તવમાં આ વિષય એવા ઊંડા અભ્યાસનો છે કે આ સબ્જેક્ટના કેટલા વિભાગો પાડવા તે નિશ્ર્ચિત કરવું પણ કઠિન છે પરંતુ તેમ છતાં એક વાત નિર્વિવાદપણે કહી શકાય તેમ છે કે
  • સ્ત્રી ખુદ ઉત્સવની અધિષ્ઠાત્રી છે અને તેના વિના ઉત્સવનો સંભવ નથી.
  • પુરુષ ચિત્રકાર હોઈ શકે, લેખક, સંગીતકાર કે કંઈ પણ બીજું હોઈ શકે,
  • પરંતુ જ્યારે ઉત્સવ અનુરૂપ સંવેદનાની વાસ્તવિક વાત આવે ત્યારે સ્ત્રીભાવ વિના એને નિખારવાનું શક્ય નથી એ વિજ્ઞાને સાબિત કર્યા વિના છૂટકો નથી, પરંતુ એક હાઈમોથીસીસ તરીકે અત્યારે પણ બધા જ સમાજ અને મૂળ વિજ્ઞાનના નિષ્ણાતો માન્ય કરતા થઈ ગયા છે.
  • આપણી ભારતીય સંસ્કૃતિએ સ્ત્રીને મનોરંજના કહીને એક એવું સ્થાન આપ્યું છે જેનો પણ અભ્યાસ કરવો જરૂરી છે, કારણ મનોરંજનની વ્યાખ્યા આપણે બૌદ્ધિક સ્તર છોડીને માત્ર પ્રમોદ સ્થાન સુધી નીચે લઈ આવ્યા છીએ.
  • વાસ્તવમાં મનોરંજન એ સસ્તી નહીં ખૂબ અમૂલ્ય સંવેદના છે અને એને મૂળ સ્થાને પ્રસ્થાપિત કર્યા વિના એનો અર્થ કરવો લગભગ અસંભવ છે.
  • સંસ્કૃતમાં મનોરંજનને પ્રમાદ નહીં પરંતુ બૌદ્ધિક સંતોષની પરમ કક્ષા અપાઈ છે અને બૌદ્ધિક સંતોષ એ દેહ થવા સંવેદનાના સંતોષની વાત નથી, પરંતુ આચાર-વિચાર બંનેના તાલમેલ દ્વારા કેળવાયેલી સિદ્ધિની વાત છે. આવી સિદ્ધિ જેને સહજ ઉપલબ્ધ છે એ સ્ત્રી જ મનોરંજના બની શકે છે અને એટલે જ
  • પ્રત્યેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે એવું કહીને અંગ્રેજી કહેવતે એના સ્થાનને ખૂબ ઊંચું ગણ્યું છે.
  • સંસ્કૃતમાં દેવી મહિમતના યા દેવી સર્વ ભૂતેષુ અને નમોસ્તુતે નમોસ્તુતે નમોસ્તુતેના આરંભ તથા અંતવાળા શ્ર્લોકોમાં સ્ત્રીશક્તિના વ્યાપનો જે વિચાર કરવામાં આવ્યો છે એ પણ અધૂરો છે એવું એના રચયિતા ઋષિ કહી ગયા છે અને એટલે જ યા દેવી સર્વ ભુતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતાની વાત કરી ગયા છે.
  • આ શ્રદ્ધાનો અર્થ જ્ઞાનમાં વિશ્ર્વાસ થાય છે, ધર્મની જડ રૂઢીઓમાં નહીં એ અજ્ઞાને અર્થ બદલ્યો હોવા છતાં સ્ત્રી પોતાની રીતે આપણા માનવ જીવનના કેન્દ્ર સ્થાને રહી છે.
  • શણગાર અને સૌંદર્યની હજી સુધી કોઈ નિયત કે નિશ્ર્ચિત વ્યાખ્યા બની નથી એ જેટલું સાચું છે એટલું જ સ્ત્રીની ગુણ સમષ્ટિની કોઈ વ્યાખ્યા હજી બંધાઈ નથી એ પણ સાચું છે.

એટલે જ

  • નિર્જળા ઉપવાસ કરતી સ્ત્રી જેટલી જ નગરવધૂનું સ્થાન લેનાર આમ્રપાલીને સંસ્કૃત સાહિત્ય મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
  • આ સ્ત્રી આપણી ઉત્સવ પ્રણાલીનો પાયો છે અને એટલે જ
  • અશુભ કાર્યોમાં પુરુષ એકલાની ઉપસ્થિતિનો સમાજે સ્વીકાર કર્યો છે પણ
  • શુભ કાર્યોમાં સહધર્મચારિણીને અત્યંત આવશ્યક જ નહીં અનિવાર્ય ગણવામાં આવી છે અને
  • શ્રી રામે અશ્ર્વમેધ યજ્ઞ વખતે સીતાની સુવર્ણ પ્રતિમાને બાજુમાં રાખવી પડી હતી એ આ વાસ્તવિકતાનો પુરાવો છે.

પ્રેરણાસ્ત્રોત: – ઉત્સવને શુભપણાનું ગૌરવ કદાચ એટલે જ બક્ષવામાં આવ્યું છે કે સ્ત્રી વિના એનો નિખાર શક્ય નથી.

  • એ સંજોગોમાં સ્ત્રીનું સ્થાન જૂતી ગણનારાઓની અક્કલશૂન્યતા અને મૂર્ખાઈ વિષે કશું કહેવાની જરૂરત દેખાય છે ખરી?

આપણ વાંચો : ફોકસ: સંસ્કૃતિ રક્ષક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button