આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો! IMDની આગાહી પ્રમાણે 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના…

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસા પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા એક મોટી અને ભયાનક આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અરબ સાગરમાં એક શક્તિશાળી ચક્રવાત સર્જાઈ રહ્યું છે. જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. આગાહી પ્રમાણે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે આગામી 23 અને 25 મે સુધીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26 અને 27 તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ રહ્યું હોવાથી અને ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને અત્યારે દરિયા ના ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી
આગાહીની વાત કરવામાં આવે તો, હવમાન વિભાગે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 અને 24 મેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 24 મેના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. વિસ્તારની વાત કરવામાં આવે તો, હવમાન વિભાગના આંકડા પ્રમાણે અમરેલી, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button