
-ખુશ્બુ મુણાલી ઠક્કર
સ્ટ્રેચેબલ પેન્ટ્સ એટલે કે જે પેન્ટ્સ સ્ટ્રેચ કરીને પહેરી શકાય. કે જે પેન્ટમાં બટન કે ડ્રો સ્ટ્રિંગ ન હોય. સ્ટ્રેચ પેન્ટમાં ઘણી વેરાઈટી આવે છે જેમકે, ની લેન્થ , થ્રિ ફોર્થ લેન્થ અને ફૂલ લેન્થ.સ્ટ્રેચેબલ પેન્ટ્સમાં બોડી ફિટ, સ્ટ્રેટ ફિટ, પ્લાઝો ફિટ અને બેલ બોટમ ફિટ આવે છે. તમે તમારી હાઈટ અને પર્સનાલિટી મુજબ સ્ટ્રેચ પેન્ટની પસંદગી કરી શકો. સ્ટ્રેચ પેન્ટ તમે કેઝ્યુઅલી અને ફોર્મલી એમ બન્ને રીતે પહેરી શકો. સ્ટ્રેચેબલ પેન્ટ્સમાં બોડી ફિટ, સ્ટ્રેટ ફિટ, પ્લાઝો ફિટ અને બેલ બોટમ ફિટ આવે છે. ચાલો જાણીયે સ્ટ્રેચ પેન્ટ કઈ રીતે પહેરી શકાય.
બોડી ફિટ: બોડી ફિટ સ્ટ્રેચ પેન્ટ એટલે કે પહેર્યા પછી પેન્ટ તમારા બોડીનો શેપ લઈ લે. એટલે કે, જે સ્ટ્રેચેબલ બોડિફિટ પેન્ટ જીમ કે યોગા માટે પહેરી શકાય. સ્ટ્રેચેબલ પેન્ટનું ફેબ્રિક લાઇક્રા અને કોટનમાંથી બનેલું હોય છે. આ પેન્ટ સાથે તમે તમારી બોડી ટાઈપ મુજબ ટી શર્ટની પસંદગી કરી શકો. જેમકે, જો તમારું શરીર સુડોળ હોય તો તમે શોર્ટ લેન્થનું ક્રોપ ટોપ પહેરી શકો. કે પછી સ્પેગેટી કે ટી બેક પણ પહેરી શકાય. જો તમારું શરીર ભરેલું હોય તો તમે હિપ કવર થાય તેટલી લેન્થના ટી- શર્ટ પહેરી શકો. સુડોળ શરીર ધરાવતી યુવતીઓ પોતાની પસંદના કલરના પેન્ટ પહેરી શકે જયારે ભરેલું શરીર ધરાવતી યુવતીઓએ ખાસ કરીને ડાર્ક શેડના પેન્ટ પહેરવા.
સ્ટ્રેટ ફિટ: સ્ટ્રેટફીટ એટલે , જે પેન્ટ પહેર્યા પછી ગોઠણ પર જે માપ હોય તે જ માપ નીચે સુધી હોય છે. આ પેન્ટનું ફિટિંગ હિપ અને સાથળ પાસે ટાઈટ લાગે છે અને ગોઠણ પછી સીધું લાગે છે. આ સ્ટ્રેટ ફિટિંગ પેન્ટ ખાસ કરીને જેમનું શરીર ભરેલું છે તેમને વધારે સારું લાગે છે. આ પેન્ટ સાથે બધી જ લેન્થના ટી શર્ટ સારા લાગે છે. જો હિપ લેન્થ કે વેસ્ટ લેન્થના ટી શર્ટ પહેરો તો વધારે સારું લાગશે જેથી યોગા કે વર્ક આઉટ કરતી વખતે તમારા હાથ ઉપર થાય તો કમર ન દેખાય. જો તમને સ્કિન શો કરવામાં કશો જ વાંધો ન હોય તો તમે કોઈ પણ લેન્થના ટી શર્ટ પહેરી શકો. જો તમે સ્ટ્રેટફિટના પેન્ટ્સ કેઝ્યુઅલી પહેરવા માગતા હોવ તો આ પેન્ટ સાથે તમે કોટન ફેબ્રિકના ફેન્સી ટોપ પહેરી શકો. જો તમારી કમર અને હિપ્સનો ભાગ વધારે હોય તો ટોપ્સની લેન્થ થોડી લાંબી રાખવી. જો તમારું સુડોળ શરીર હોય તો તમે કોઈ પણ લેન્થના ફેન્સી ટોપ્સ પહેરી શકો.
સ્ટ્રેચેબલ સ્ટ્રેટ પેન્ટ્સ: તમે ફોર્મલી પણ પહેરી શકો. આ પેન્ટ એક સ્લીક લુક આપે છે. આ પેન્ટ સાથે ફોર્મલ શર્ટ ખૂબ જ સુંદર લાગશે. ફલોઈ ફેબ્રિકના ટોપ્સ પણ સારા લાગી શકે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે ટ્રાંસપેરન્ટ ટોપ્સ પહેરી શકો. ટ્રાન્સપેરન્ટ ટોપ્સની અંદર કોન્ટ્રાસ્ટ કલરનું ઇનર પહેરી શકો. જો તમારે વધારે સ્ટાઈલાઈસ્ડ લુક જોઈતો હોય તો સ્ટ્રેટ પેન્ટ સાથે વેસ્ટ લેન્થનું બોડી હગિંગ ટોપ અને તેની પર કોન્ટ્રાસ્ટ કલરનું કાફ લેન્થ શ્રગ. આ ડ્રેસ સાથે તમે હાઈ હિલ્સ પહેરી એક પરફેક્ટ લુક ક્રિએટ કરી શકો. જો તમારે કોઈ મિટિંગમાં જવાનું હોય તો આ પેન્ટ સાથે તમે સેમ કલરનું કે કોન્ટ્રાસ્ટ કલરનું બ્લેઝર પહેરી શકો.
થ્રી ફોર્થ: સ્ટ્રેચેબલ પેન્ટ્સમાં થી્ર ફોર્થ લેન્થ ખૂબ જ કમ્ફર્ટેબલ છે. ખાસ કરીને વરસાદમાં . સ્ટ્રેચેબલ પેન્ટ્સ વરસાદમાં ભીના થાય તો પણ શરીરને ચિપકતા નથી . પાણી જલ્દી નીકળી જાય છે અને સુકાતા વાર પણ નથી લાગતી. આ પેન્ટ સાથે તમે ફલોઈ ફેબ્રિકના ફેન્સી ટોપ્સ પહેરી શકો. કે જે વરસાદમાં ભીના થાય તો જલ્દીથી સુકાય જાય. થી્ર ફોર્થ પેન્ટ કેઝ્યુઅલી જ સારા લાગે છે. તમે તમારી બોડી ટાઈપ અને હાઈટ મુજબ ટી શર્ટ કે ટોપની પસંદગી કરી શકો. જો તમે ઘરમાં થી્ર ફોર્થ પેન્ટ્સ પહેરવા માગતા હોવ તો હોઝિયરીના સ્ટ્રેચેબલ પેન્ટ્સ પહેરવા અને જો બહાર પહેરવા માગતા હોવ તો લાયક્રા અને કોટન ફેબ્રિકના મિક્સ સ્ટ્રેચેબલ પેન્ટ્સ પહેરવા.
આપણ વાંચો : ફેશન : વિચ નાઈટ ડ્રેસ ડુ યુ વોન્ટ