અમદાવાદઆમચી મુંબઈ

અમદાવાદમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ ઘાટકોપરથી પકડાયો

મુંબઈ: અમદાવાદમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને પંતનગર પોલીસે ઘાટકોપરથી ઝડપી પાડ્યો હતો. ચારિત્ર્ય પર શંકાને લઇ દંપતી વચ્ચે ઝઘડા થતાં હોવાથી આરોપીએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પંતનગર પોલીસે ઘાટકોપરના રમાબાઇ આંબેડકર નગર ખાતેથી પકડી પાડેલા આરોપીની ઓળખ અનિલ ઉર્ફે બોબી જંગમ (28) તરીકે થઇ હતી. જંગમને વધુ તપાસ માટે અમદાવાદની નારોલા પોલીસને હવાલે કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: માતાને ત્રાસ આપનારી દાદી સાથે દુષ્કર્મ કરી હત્યા: પૌત્રની ધરપકડ

ઘાટકોપર પૂર્વના સાઠે નગરમાં રહેનારા જંગમનાં લગ્ન રિના વર્મા સાથે થયાં હતાં. જંગમ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. દરમિયાન બંને જણ કામ નિમિત્તે અમદાવાદ ગયાં હતા. મંગળવારે સવારે જંગમે તેની પત્નીની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અમદાવાદના નરોલા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે જંગમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નારોલા પોલીસે જંગમનો મોબાઇલ નંબર મેળવ્યા બાદ તેનું લોકેશન ટ્રેસ કરતાં તે ઘાટકોપરના રમાબાઇ આંબેડકર નગરમાં હોવાનું જાણવા મળ્યું હતું. આથી નારોલા પોલીસે પંતનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પંતનગર પોલીસે જંગમની શોધ આદરી હતી અન તેને કલાકમાં પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button