પંજાબની જીત માટે પ્રીતિ ઝિંટા ક્યાં પહોંચી જુઓ વાઈરલ તસવીરો

IPL ટીમ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિંટાએ આજે સીકરના પ્રખ્યાત ખાટુશ્યામજી મંદિર પહોંચી હતી. તેણે પંજાબ કિંગ્સની જીત માટે બાબાના આશીર્વાદ લીધા હતા. મંદિર પરિસરમાં બોલીવુડ અભિનેત્રીની તસવીરો સાથેનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં તે ખાટુશ્યામજી મંદિરમાં માથે દુપટ્ટો ઓઢીને હાથ જોડીને આશીર્વાદ લેતી દેખાય છે.
પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પંજાબની ટીમ આઈપીએલની 18મી સીઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં રમી રહી છે. પંજાબે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં ટીમે 8 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. હાલમાં, પ્રીતિ ઝિન્ટાની ટીમ પાસે ફક્ત બે લીગ મેચ રમવાની બાકી છે. આ પહેલા જ પંજાબ કિંગ્સે 17 પોઈન્ટ મેળવ્યા છે.
આપણ વાંચો: પ્રિયાંશ આર્ય પર પ્રીતિ ઝિંટા થઈ ઓળઘોળ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ…
પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સની દરેક મેચમાં સ્ટેડિયમ પહોંચીને ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ પંજાબની ટીમ 11 વર્ષ પછી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. પ્રીતિ ઝિન્ટા અને આખી ટીમ માટે આ એક મોટી ક્ષણ છે. પ્રીતિ ઝિન્ટાને આશા છે કે આ વખતે તેમની ટીમ IPL 2025 ટ્રોફી જીતશે.
તમને જણાવી દઈએ કે પ્રિટી ઝિન્ટાની ટીમ પંજાબ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. શ્રેયસ ઐયરે 11 વર્ષ પછી પંજાબ કિંગ્સને પ્લેઓફમાં પહોંચાડ્યું છે. ગયા સિઝનમાં શ્રેયસ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં હતો, જ્યારે KKR એ ટીમને IPLની 17મી સિઝન જીતવામાં મદદ કરી હતી. ટીમનું સારું પ્રદર્શન અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ પંજાબ કિંગ્સનું IPL ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.