નેશનલ

જાસૂસ જ્યોતિની પાકિસ્તાની જાસૂસ સાથે લગ્નની ચેટ વાયરલ, દેશદ્રોહના વધુ ખુલાસા?

હરિયાણાઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપ સાથે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે જ્યોતિ મલ્હાત્રાને લઈને અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની જાસૂસી અધિકારીની એક વોટ્સએપ ચેટ પ્રકાશમાં આવી છે. આ ચેટના કારણે જ્યોતિ મલ્હોત્રા પર શંકાઓ વધી જાય છે.

જ્યોતિએ પાકિસ્તાની જાસૂસ સાથે લગ્ન અંગે ચર્ચા કરી

તપાસ પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યોતિએ પાકિસ્તાની જાસૂસ સાથે લગ્ન અંગે ચર્ચા કરી હતી. ચેટમાં હસન અલી જ્યોતિને કહે છે કે, ‘યાર, હું ખુદાને પ્રાર્થના કરું છું કે તમે હસતા રહો, હંમેશા ખુશ રહો. જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ના આવે’. આ ચેટના જવાબમાં જ્યોતિએ અલી હસનને કહ્યું કે મારા લગ્ન પાકિસ્તાનમાં કરાવી દો…’ જ્યોતિ પાકિસ્તાનમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી.

જ્યોતિની પઠાણકોટ મુલાકાતને પણ શંકાસ્પદ હોઈ શકે!

જ્યોતિ મામલે અનેક ચોંકાવનારી ખુલાસાઓ થઈ રહ્યાં છે. તપાસ એજન્સી મંગળવારે જ્યોતિને પઠાણકોટ લઈ ગઈ હતી. એજન્સીએ તેની પઠાણકોટ મુલાકાતને શંકાસ્પદ ગણાવી છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે તે આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝને નિશાન બનાવવાના ઈરાદાથી ત્યાં ગઈ હતી. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાની સેનાએ પઠાણકોટમાં આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યોતિએ પાકિસ્તાનને અનેક સંવેદનશીલ માહિતીઓ આપી હોવાથી તેના પણ મોટો કેસ ચાલી શકે છે.

ઓપરેશન સિંદૂર પછી પણ દાનિશ સાથે ચેટ કરી હતી

યુટ્યુબર જ્યોતિએ જે પણ ધાર્મિક સ્થળની મુલાકાત લીધી છે, તે મામલે સુરક્ષા એજન્સીઓને શંકા છે. જ્યોતિ ઈન્દોરના ધાર્મિક સ્થોળોની પણ મુલાકાત લીધી હતી, જેથી આ સ્થળોની માહિતી પણ પાકિસ્તાનને આપી હોવાની શંકા છે. જ્યોતિએ ઉજ્જૈન, નીમચ, ચિત્તોડગઢ જેવા શહેરોની પણ મુલાકાત લીધી હતી. જ્યોતની સાથે કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સુરક્ષા એજન્સીને અનેક પુરાવા હાથ લાગ્યાં છે. જ્યોતિએ ઓપરેશન સિંદૂર પછી પણ પાકિસ્તાની દૂતાવાસના અધિકારી દાનિશ સાથે ચેટ કરી હતી. નોંધનીય છે કે, કાલે 22મી મેથી તેના રિમાન્ડ પૂરા થવાના છે. જેથી સુરક્ષા એજન્સીઓ સતત તેની સાથે પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો…યુટ્યુબર્સ સાવધાન! જ્યોતિ જાસૂસી કાંડ બાદ કન્ટેન્ટ પર કડક નિયંત્રણ આવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button