World Tea Day: શાયરોની પણ ફેવરીટ છે ચા, વાંચો દિલખુશ શાયરીઓ

ચા, ચાઈ, ચ્હા નામનથી જાણીતું પીણું જેટલું પીવાય છે તેટલું લખાઈ અને વંચાઈ પણ છે. ભારતીય જીવનમાં ચા માત્ર એક ગરમ પીણું નથી, પરંતુ ઘણા ઈમોશન્સ તેની સાથે જોડાયેલા છે. અજાણ્યા સાથે સંબંધ બાંધવાથી માંડી સંબંધોમાં પડેલી તિરાડને ભરવામાં એક કપ ચા ભાગ ભજવી જાય છે. ગામના નાકે ટપરી પર મળતી મિત્રોની મહેફીલ, મહેબૂબા સાથે બાલ્કનીમાં એક કપ ચા કે પછી જીવનસાથી સાથે પિવાતો ચાનો પ્યાલો શાયરીઓમાં પણ છલકાયો છે. તો ચાલો આજે વિશ્વ ચા દિવસ નિમિત્તે તમને એવી અમુક શાયરીઓથી રૂબરૂ કરાવીએ જેમાં ઈમોશન્સ સાથે ચા મહત્વની છે.
કોઈ મનપસંદ પાત્રની રાહ જોતા પ્રેમી માટે ચાના એકાદ બે કપ હમસફર બની જતા હોય છે અને ઈન્તેઝારની ક્ષણો થોડી હળવી બની જતી હોય છે. એટલે જ તો શાયર લખે છે
ये सदियों का मौसम, कोहरे का नज़ारा,
चाय के दो कप और इंतजार तुम्हारा..
લાખો લોકો એવા છે જેમને જો સવારની ચા ન મળે તો દિવસ ખરાબ જાય છે. ત્યારે અહીં તો શાયરે મહેબૂબાને ચા સાથે સરખાવી છે અને કહે છે કે…
सुबह की चाय सा ताल्लुक हैं उनसे,
ना मिले गर तो बुझा सा रहता हूँ..
મહેબૂબાના હોઠ જે ચાને સ્પર્શી ગયા હોય તે ચા શરીરમાં જ નહી આત્મામાં પણ તાજગી લાવી દે છે.
एक बार उनके लबों से लगी चाय चखी थी,
राहत का पता नही, रूह तक स्वाद लगी थी..
સવાર સવારમાં ચાની ચાહત તો છે, પણ અહીં એક ખાસ વ્યક્તિના હાથની ચાનો લુપ્ત ઉઠાવવાની વાત કરે છે શાયર
आज सुबह से दिल पे कोई आहट हो रही है,
तुम्हारे हाथ की चाय पीने की चाहत हो रही है..
તો આ શાયરીમાં તો મહેબૂબને પોતાના ઉત્કટ પ્રેમનો ઈઝહાર જ ચાથી થાય છે
सुनो तुम भी ना बड़े गज़ब हो,
बिल्कुल चाय की तरह तुम मेरी तलब हो..
ચા જ્યારે કડક બને ત્યારે દેખાવમાં ઘાટી લાલ થઈ જાય છે, પણ ઘણાને એ જ પસંદ હોય છે.
9.साँवला है रंग थोड़ा कड़क मिजाज है,
सुनो तुम पसन्द हो हमे तुम्हारा चाय सा स्वाद है..
એવું નથી કે શરાબમાં જ નશો હોય છે, ઘણાને ચાનો નશો પણ ચડે છે આ શાયરની જેમ
थोड़ा नशा चाय का, थोड़ा तुम्हारा भी है,
आज बहक जाने का मन, जनाब हमारा भी है..
માત્ર શરાબની જ મહેફીલોને મહેફીલ કહવાય તેમ કોણે કહ્યું, શેરીના નાકે ચાર યાર મળી સાથે ચાની ચુસ્કી લે તો પણ મહેફીલ જામી જતી હોય છે
ग़र महफ़िलें मैंख़ाने की मोहताज होतीं
तो नुक्कड़ों पर चाय के पैमाने न मिलते
આ તમામ શાયરીઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, પરંતુ તેમાં શાયરના નામ લખાયા નથી, પણ એક વાત ચોક્કસ છે કે શાયર પણ ચા પીવાના શોખિન હશે. તો તમે પણ મજા લો આ શાયરીઓની એક ચાની ચુસ્કી સાથે.
આપણ વાંચો: શું તમને પણ પબ્લિક WiFi નો ઉપયોગ કરો છે? આટલી બાબતોનું ધ્યાન રાખજો નહીં તો…