ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણ મિનિટમાં તબાહ કરી 13 દુશ્મન ચોંકી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાનો ભારત ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં હવે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન કરેલી આક્રમક કાર્યવાહીની વિગતો પ્રકાશમાં આવી રહી છે. આ દરમિયાનના સેનાના અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને પૂંછ ચોકી પર બે મોર્ટાર બોમ્બ છોડ્યા હતો. જેનો સેનાએ માત્ર ત્રણ મિનિટમાં જ જવાબ આપ્યો હતો.
13 દુશ્મન ચોકીઓ પર ફાયરિંગ
જેમાં 6- 7 મેની રાત્રે પાકિસ્તાને પૂંછ ચોકી પર બે મોર્ટાર બોમ્બથી હુમલો કર્યો હતો. તેની બાદ માત્ર ત્રણ મિનિટની અંદર સેનાએ પૂર્વ-સંકલિત ફાયર પ્લાન મુજબ 13 દુશ્મન ચોકીઓને મિસાઇલો અને મોર્ટાર ફાયરનો ઉપયોગ કરીને નષ્ટ કરી દીધી હતી. ભારતીય સેનાની ચોકી 10,000 ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલી છે અને પાકિસ્તાની બંકર ત્યાંથી લગભગ 100 મીટર દૂર હોવાથી ભારે ગોળીબાર થયો હતો.
સેના અધિકારીએ કહ્યું કે, દરેક સૈનિક કમાન્ડર તેમને આપવામાં આવેલા આદેશને જાણતો હતો.તેમની કયા હથિયારથી હુમલો કરવાનો છે અને કેટલા સમય સુધી દુશ્મનને મહત્તમ નુકસાન પહોંચાડવાનું છે.
આપણ વાંચો: આતંકી આમિર હમજાને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે મારી ગોળી, ગણી રહ્યો છે જીવનની અંતિમ ઘડી…
ભારતીય વાયુસેનાએ 23 મિનિટમાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9 સ્થળોએ હવાઇ હુમલા કર્યા હતા. જોકે, આ હુમલા દરમિયાન મહત્વની બાબત એ હતી કે ભારતીય વાયુસેનાએ 23 મિનિટ દરમ્યાન ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ભારતીય સેનાને ઓપરેશન સિંદૂર દરમિયાન સૌ પ્રથમ ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. તેની બાદ એક પછી એક ટાર્ગેટ હિટ કરીને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેમજ પાકિસ્તાન સેના કશું સમજે એ પૂર્વે તો ભારતીય સેનાએ ઓપરેશન સમેટી લીધું હતું.