ઇન્ટરનેશનલ

ટેસ્લાના સીએફઓ વૈભવ તનેજાનો પગાર 1139 કરોડ રૂપિયા, ભારત સાથે છે ખાસ નાતો

નવી દિલ્હીઃ ભારતીયોનો વિશ્વભરના દેશોમાં દબદબો રહ્યો છે. વિશ્વની મોટા ભાગની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર મૂળ ભારતીય લોકો કામ કરી રહ્યાં છે. આ લોકોનો વાર્ષીક પગાર પણ અચંબિત કરી દે એટલો હોય છે. ટેસ્લા (Tesla)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (Chief Financial Officer) પણ મૂળ ભારતીય છે. વૈભવ તનેજા (Vaibhav Taneja)નું નામ પણ આ યાદીમાં આવે છે. વૈભવ તનેજાને ટેસ્લા દ્વારા 2024માં 139.5 મિલિયન ડોલર એટલે કે, 1139 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. જો કે, વૈભવ તનેજાનો વાર્ષિક પગાર તો 4 લાખ ડોલર એટલે કે 3,42,31,042.44 રૂપિયા જેટલો છે.

ટેસ્લાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પણ મૂળ ભારતીય

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વૈભવ તનેજાની આવક મુખ્યત્વે સ્ટોક ઓપ્શન્સ અને ઇક્વિટી એવોર્ડ્સ દ્વારા થઈ હતી, જે તેમને તેમના પ્રમોશન પછી મળ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, ટેસ્લાના સીએફઓ તરીકે વૈભવ તનેજા (Tesla CFO Vaibhav Taneja)એ પગાર મામલે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Google CEO Sundar Pichai) અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા (Microsoft CEO Satya Nadella)ના 2024ના પગારને પણ પાછળ છોડી દીધો છે. કારણે કે, 2024માં વૈભવ તનેજાએ 1139 કરોડ રૂપિયાનો પગાર લીધો હતો.

પગાર મામલે ગૂગલના CEO અને માઇક્રોસોફ્ટના CEO પણ પાછળ છોડ્યા

પગાર બાબતે સુંદર પિચાઈને 10.73 મિલિયન ડોલર (91,82,17,604.00 રૂપિયા)ની કમાણી કરી હતી. જ્યારે સત્ય નડેલાને 79.1 મિલિયન ડોલર (6,76,89,66,680.00 રૂપિયા)નું વળતર મળ્યું હતું. જેથી વૈભવ તનેજાનો પગાર અત્યાર સુધીના સૌથી વધુ CFO વળતર મેળવતા વ્યક્તિ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, વૈભવ તનેજાને આ સ્ટોક બેસ્ડ વળતર 2023માં CFO બન્યા બાદ આપવામાં આવ્યું હતું. ત્યારે ટેસ્લાનો શેર 250 ડોલર આસપાસ હતો. જે 4 વર્ષના વેસ્ટિંગ સમયગાળા સાથે ફાળવવામાં આવ્યો હતો. 19 મે, 2025 સુધીમાં, ટેસ્લાનો શેર 342 ડોલર પર પહોંચી ગયો હતો.

આપણ વાંચો:  ગુજરાતમાં એનઆઈઆર ડિપોઝિટમાં એક વર્ષમાં 18 ટકાનો વધારો, અમદાવાદમાં જમા થયા 25 હજાર કરોડથી વધુ રૂપિયા

વૈભવ તનેજા 2017થી ટેસ્લામાં કામ કરી રહ્યા છે

CFO ને મળતા પગારમાં વૈભવ તનેજા સૌથી આગળ આવી ગયાં છે. તેમના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો, મૂળ ભારતીય છે, 1999માં દિલ્હી યુનિવર્સિટીમાંથી કોર્મસનો અભ્યાસ કર્યો હતો. 2000માં ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી અને પછી 2006માં અમેરિકાથી CPAની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેઓ 2017માં ટેસ્લામાં જોડાયા હતાં. વૈભવ તનેજાએ પહેલા ટેસ્લાની કંપની SolarCityમાંથી કામ શરૂ કર્યું હતું. તેમણે સોલારસિટી અને ટેસ્લાના એકીકરણની જવાબદારી પણ લીધી. અત્યારે વૈભવ તનેજા Tesla India Motors and Energy Pvt Ltdમાં ડાયરેક્ટર પણ છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં ટેસ્લાને લાવનવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button