નેશનલ

મેડિકલ કોલેજમાં દાખલ 14 બાળકો HIV પોઝીટીવ હોવાની અફવાથી મચ્યો ખળભળાટ

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં લાલા લજપત રાય હોસ્પિટલમાં એક ડૉક્ટરે દાવો કર્યો હતો કે ચેપગ્રસ્ત લોહી ચઢાવ્યા બાદ 14 બાળકો હેપેટાઇટિસ B અને C સાથે HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે થેલેસેમિયા વિભાગે 180 દર્દીઓની તપાસ કરી હતી. જેમાં 14 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જોકે, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ આ રિપોર્ટને ફગાવી દીધો છે.અધિકારીએ જણાવ્યું હતું કે અફવાઓ ફેલાવવાના આરોપમાં ડોક્ટર વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, ભયંકર રોગથી પીડિત આ બાળકોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં બ્લડ ચડાવવામાં આવ્યું હતું. જેના કારણે તેમના શરીરમાં આ જીવલેણ રોગ ફેલાઈ ગયો. જોકે, મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય કાલાએ તેને માત્ર અફવા ગણાવી છે. ડૉ. કલાએ જણાવ્યું હતું કે, “2019થી અત્યાર સુધી HIV, HCV, HBsAg થેલેસેમિયાથી સંક્રમિત કોઈ દર્દી જોવા મળ્યો નથી.”


પ્રિન્સિપાલ ડો.સંજય કલાએ જણાવ્યું વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, “2014માં અહીં એક દર્દી અને 2019માં એક દર્દી પોઝિટિવ જોવા મળ્યો હતો. આ સિવાય 2016માં હેપેટાઇટિસ બીના બે દર્દીઓ સ્ક્રીનિંગમાં પોઝિટિવ મળ્યા હતા. 2014માં 2 દર્દીઓમાં હેપેટાઇટિસ સીની પુષ્ટિ થઈ હતી. આ પછી 2016 માં 2 દર્દીઓ અને 2019માં એક દર્દી પોઝિટિવ જોવા મળ્યો હતો.


જોકે, વિવાદ વકરતાં ડૉ.અરુણ કુમાર આર્યએ વીડિયો સંદેશમાં સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે થેલેસેમિયાથી પીડિત દર્દીઓની તપાસ દર 3 થી 4 મહિનામાં કરવામાં આવે છે. સ્ક્રીનીંગમાં એ જોવામાં આવે છે કે તે દર્દીઓમાં કેટલો સુધારો થઈ રહ્યો છે અથવા અન્ય કોઈ રોગ તેમના પર હુમલો કરી રહ્યો છે કે કેમ. આ સ્ક્રિનિંગમાં જ 14 લોકો સંક્રમિત જોવા મળ્યા છે.


અહેવાલ બાદ વિપક્ષી નેતાઓએ યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ યુપીના શાસક પક્ષ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “ડબલ એન્જિન સરકારે સ્વાસ્થ્ય માળખાને ‘બમણું બીમાર’ બનાવી દીધું છે.”

મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.

જોકે, આ મામલે પ્રિન્સિપાલ ડો.સંજય કલાએ જણાવ્યું હતું કે ખોટા નિવેદનો કરવા બદલ બાળરોગ વિભાગના વડા ડો.અરૂણ કુમાર આર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button