નેશનલ

પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી કરી ભાવુક પોસ્ટ, લખ્યું – તમારી યાદો મને…

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. આજે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ છે. જેથી આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતી એક ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. રાહુલ ગાંધીએ આ ભાવુક પોસ્ટમાં પિતા સાથેની અનેક યાદોને તાજી કરી છે.

રાહુલ ગાંધીએ ભાવુક કરતી પોસ્ટ કરતા લખ્યું કે, ‘પાપા, તમારી દરેક યાદો દર વખતે મને માર્ગદર્શન આપતી રહે છે. તમારા અધૂરા સપનાઓને પૂર્ણ કરવા એ મારૂ સપનું છે, અને હુ તેને પૂરા કરીને જ રહીશ’. રાહુલ ગાંધીએ આ પોસ્ટમાં પિતા રાજીવ ગાંધી સાથેની તસવીર પણ શેર કરી છે. રાહુલ ગાંધી પોતાના પિતા સાથેની ખૂબ જ જૂની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં રાહુલ ગાંધી પિતા રાજીવ ગાંધી સાથે દેખાઈ રહ્યાં છે. આ તસવીર સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભાવુક શબ્દો પણ લખ્યાં હતાં.

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. રાજીવ ગાંધીની 21મી મે 1991માં તમિલનાડનના શ્રીપેરંબદૂરમાં આત્મઘાતી હુમલામાં હત્યા થઈ હતી. આજે તેમની પુણ્યતિથિ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ‘આજે તેમની પુણ્યતિથિ પર હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું’.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અનેક રાજનેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજીવ ગાંધીએ કહેલા કાર્યને યાદ કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીને તેમના શહીદ દિવસ પર અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ’. આ સાથે સાથે કોંગ્રેસના અન્ય અનેક નેતાઓએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

TOI

આપણ વાંચો : રાજીવ ગાંધીની હત્યા પૂર્વે તેના હત્યારાઓ આ ભૂતપૂર્વ PM ને મળેલા અને પછી….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button