અમદાવાદ

ગુજરાતથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થી માટે યુએસ કોન્સ્યુલેટ જનરલે યુનવર્સિટીઓને શું કરી વિનંતી? જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે જાય છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિઝા સ્ટેજમાં પહોંચે તે પહેલા એકેડેમિક રેકોર્ડના વેરિફેકેશનમાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓેને ઈમેલ કરીને તમામ સંસ્થાઓમાં વેરિફિકેશન સેલ ઉભો કરવા વિનંતી કરી છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આ લેટર મોકલવામાં આવ્યો છે.

લેટરમાં કોન્સ્યુલેટ જનરલે લખ્યું છે, આ સેલથી સ્ટુડન્ટ વિઝા માટે સૌથી મહત્ત્વના ગણાતા શૈક્ષણિક રેકોર્ડનું ખૂબ ઝડપથી વેરિફિકેશન થઈ શકશે. વિઝા અરજી પ્રોસેસમાં શૈક્ષણિક રેકોર્ડનું વેરિફિકેશન ખૂબ મહત્ત્વનું છે. આ સેલ ઉભો કરવાથી અમે વધુ ચોકસાઈથી અને સમયસર વિઝા અરજી પ્રોસેસ કરી શકીશું. તેથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વેરિફિકેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી છે. આમ કરવાથી ડોક્યુમેંટ સમયસર ચેક થઈ શકશે અને કોમ્યુનિકેશન ચેનલ પણ વિકસશે. જેનાથી સીધો જ કોઈપણ જાતના ખર્ચ વગર અમેરિકાની સરકાર અને કોન્સ્યુલેટ સાથે સંપર્ક થઈ શકશે.

અમરેકિમાં સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિન માટે વિદ્યાર્થીઓની પિક સીઝન શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે જ આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,રાજ્યભરની યુનિવર્સિટીઓમાં અસંગત અને બિનકાર્યક્ષમ વેરિફિકેશન પ્રક્રિયાને કારણે વારંવાર વિલંબ થતો હોવાથી વિદ્યાર્થીઓ અને કોન્સ્યુલર અધિકારીઓ બંનેને અસર થાય છે.

આપણ વાંચો:  IMD ની આગાહી પ્રમાણે ગુજરાતના 5 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આના પર કામ પણ શરૂ કરી દીધું છે. જીટીયુના સૂત્રોના કહેવા પ્રમાણે અમે એક અધિકારીની આગેવાની હેઠળ સ્ટુડન્ટ સેલ સ્થાપિત કર્યો છે અને જ્યારે પણ પૂછપરછ કરવામાં આવે ત્યારે ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ્સ અને માર્કશીટ્સ તાત્કાલિક સબમિટ કરીએ છીએ. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી યુનિવર્સિટીઓમાં સુવ્યવસ્થિત કમ્યુનિકેશન માટેની સિસ્ટમનો અભાવ હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને વિલંબનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, શૈક્ષણિક રેકોર્ડની ચકાસણીમાં થતો વિલંબ આ પડકારને વધુ જટિલ બનાવે છે. રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક રેકોર્ડની ચકાસણી માટે એક સમાન સિસ્ટમ અને સેલ હોવાથી ઘણી એમ્બેસી અને વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા સરળ બનશે, તેમજ ટર્ન અરાઉન્ડ ટાઈમ પણ ઘટશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button