ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા

વોશિંગ્ટન : વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશ માટે નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી છે. તેને ‘ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ’ નામ આપ્યું છે. એર ડિફેન્સ સિસ્ટમ દેશને કોઈપણ મિસાઈલ, ડ્રોન અને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ઘણા વર્ષો પહેલા તે ઇચ્છતા હતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે અને નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની યોજના વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું, “અમે ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ વિશે એક ઐતિહાસિક જાહેરાત કરી રહ્યા છીએ. આ એવી વસ્તુ છે જે આપણે ઇચ્છીએ છીએ. અમેરિકાના 40મા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ઘણા વર્ષો પહેલા તે ઇચ્છતા હતા, પરંતુ તેમની પાસે ટેકનોલોજી નહોતી. પરંતુ તે હવે આપણી પાસે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો વાયદો

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આપણને ગોલ્ડન મિસાઇલ ડિફેન્સ શીલ્ડ હાઇ લેવલે પ્રાપ્ત થશે. તેમણે કહ્યું- ચૂંટણી પ્રચાર દરમિયાન મેં અમેરિકાના લોકોને વચન આપ્યું હતું કે હું આપણા દેશને વિદેશી મિસાઇલ હુમલાના ખતરાથી બચાવવા માટે એક અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ કવચ બનાવીશ.

175 બિલિયન ડોલરનો પ્રોજેક્ટ

ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ કવચ બનાવવાનો ખર્ચ 175 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ મિસાઇલ ડિફેન્સ કવચનો હેતુ અમેરિકાને ચીન અને રશિયા દ્વારા ઉભા થતા ખતરાથી બચાવવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે તેમણે આ મિસાઇલ ડિફેન્સની અંતિમ ડિઝાઇન પસંદ કરી છે. યુએસ સ્પેસ ફોર્સના જનરલ માઈકલ ગુએટલિનને આ પ્રોજેક્ટના વડા બનાવવામાં આવ્યા છે.

આપણ વાંચો: શાહબાઝ સરકારે પાકિસ્તાનના આર્મી ચીફને આપ્યું પ્રમોશન, જાણો કોણ છે?

ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ સેટેલાઈટનો ઉપયોગ કરશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ જાન્યુઆરી 2029 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ગોલ્ડન ડોમ આપણી માતૃભૂમિનું રક્ષણ કરશે. તે હવાઇ હુમલા નાકામ કરશે. તેમણે દાવો કર્યો કે આ મિસાઇલ ડિફેન્સનો સફળતા દર 100 ટકાની નજીક છે.

સર્વેલન્સ સેટેલાઇટ અને ઇન્ટરસેપ્ટર સેટેલાઇટ

ગોલ્ડન ડોમ દેશ તરફ આવતી મિસાઇલોને શોધવા, ટ્રેક કરવા અને અટકાવવા માટે અનેક સેટેલાઈટ પર આધાર રાખી શકે છે. તેમાં દુશ્મન મિસાઇલોને નિશાન બનાવવા માટે સર્વેલન્સ સેટેલાઇટ અને ઇન્ટરસેપ્ટર સેટેલાઇટ બંને હોવાની અપેક્ષા છે. તેને હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો, ક્રુઝ મિસાઇલો અને AI-સજ્જ ડ્રોનને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button