સ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ પબ્લિક WiFi નો ઉપયોગ કરો છે? આટલી બાબતોનું ધ્યાન રાખજો નહીં તો…

લોકોને અત્યારે ઇન્ટરનેટ વિના ચાલે તેમ નથી. સામાન્ય રીતે મોટાભાગના કામો ઇન્ટરનેટ પર આધારિત થઈ ગયાં છે. પરંતુ કેટલાક લોકોને ફ્રીમાં ઇન્ટરનેટ (Free WiFi)નો ઉપયોગ કરવો વધારે પસંદ હોય છે. લોકો કેફે, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવી જાહેર જગ્યાએ જઈને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યાં વિના ફ્રીમાં મળતા WiFiનો બેફામ ઉપયોગ કરવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે, ફ્રી ઇન્ટરનેટ તમારી સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકે છે? જો આ વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે. Wifi દ્વારા હેકર્સ તમારા ડેટાની ચોરી સરળતાથી કરી શકે છે.

પબ્લિક WiFi નેટવર્ક મોટાભાગે અસુરક્ષિત હોય છે
એક રિસર્ચ પ્રમાણે જાહેરમાં લાગેલા વાઈફાઈ નેટવર્ક મોટાભાગે અસુરક્ષિત હોય છે. આમાં હેકર્સ સરળતાથી તમારા ડેટા સુધી પહોંચી શકે છે. જ્યારે તમે જાહેર WiFi નો ઉપયોગ કરતી વખતે ઓનલાઈન બેંકિંગ, ઈમેલ મોકલવા અથવા સોશિયલ મીડિયામાં લોગ ઇન કરો છો, ત્યારે હેકર્સ તમારા લોગિન આઈડી, પાસવર્ડ અને અન્ય મહત્વપૂર્ણ વિગતોને એક્સેસ કરી શકે છે. તેઓ તમારી પ્રવૃત્તિ પર નજર રાખી શકે છે અથવા તમારા ઉપકરણ પર માલવેર મૂકી શકે છે. જેના કારણે ભવિષ્યમાં તમને મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે WiFi ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે.

પબ્લિક WiFiનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
01. પબ્લિક WiFiનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારના ઓનલાઈન બેંકિંગ, શોપિંગ કે પછી નાણાકીય વ્યવહારો કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આમાં તમારા ક્રેડિટ કાર્ડ અને બાકી બેંકની માહિતી ચોરી થઈ શકે છે.

02.શંકાસ્પદ નેટવર્કથી દૂર રહેવું ખૂબ જ જરૂરી હોય છે, ​​એવા કોઈપણ WiFi નેટવર્ક્સથી કનેક્ટ થવાનું ટાળો જેના નામ વિચિત્ર હોય અથવા ઘણા લોકો તેનો ઉપયોગ કરતા હોય, કારણ કે આ નેટવર્ક્સ ઘણીવાર અસુરક્ષિત હોય છે.

03.પબ્લિક WiFiનો ઉપયોગ કરતી વખતે VPN નો ઉપયોગ કરવાની ટેવ રાખવી. VPN તમારા ઇન્ટેરનેટ કનેક્શનની સુરક્ષિત રાખે છે. જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યા છો તો હેકર્સ તમારી ડેટાની ચોરી નહીં કરી શકે.

04.HTTPS થી શરૂ થતી વેબસાઇટ્સઃ હંમેશા HTTPS થી શરૂ થતી વેબસાઇટ્સનો ઉપયોગ કરવાનું રાખો. કારણ કે આ વેબસાઇટ્સ વધુ સુરક્ષિત હોય છે.

05.તમારા મોબાઈલનું સોફ્ટવેર અપડેટ રાખો, તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને એન્ટીવાયરસ સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો, આ તમને કોઈપણ નવા જોખમોથી બચવામાં મદદ કરશે.

આપણ વાંચો : 1900 કરોડથી વધુ પાસવર્ડ થયા ચોરી, ચેક કરો તમારું એકાઉન્ટ તો નથી થયું હેક?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button