આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈમાં ભારે કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે કરી આ આગાહી…

મુંબઈ: મહારાષ્ટ્રમાં સક્રિય સાયકલોનિક સરકયુલેશનના પગલે મુંબઇના હવામાનના અચાનક પલટો આવ્યો છે. જેમાં મંગળવારે સાંજે મુંબઈ અને તેના ઉપનગરોના અનેક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. કમોસમી ભારે વરસાદને કારણે મુંબઈમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના લીધે જનજીવન વ્યાપક અસર થઇ હતી.

આ દરમિયાન, હવામાન વિભાગે શહેરના વિવિધ ભાગો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ આજથી રાજ્યના કેટલાક ભાગોમાં ચાર દિવસ સુધી ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

X

અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો
જ્યારે મંગળવારે મુંબઈના પવઈ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જલવાયુ કોમ્પ્લેક્સ નજીક વૃક્ષો પડવાથી માર્ગ બંધ થયો હતો. જેના લીધે વહીવટીતંત્રે મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. જોકે, વૃક્ષો પડવાને કારણે કોઈ ઈજા થઈ નથી. મુંબઇમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ મશીનો દ્વારા પાણી દૂર કરવા માટે સ્થળ પર દોડી ગયું.

Mid-day

કોંકણ રેલ્વે રૂટ પર ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ
આ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભારે કમોસમી વરસાદ અને પાણી ભરાવાના પગલે રત્નાગિરિ જિલ્લામાં વેરવલી અને વિલાવડે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન થયા બાદ સાંજે કોંકણ રેલ્વે (KR)રૂટ પર ટ્રેન સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ હતી. રેલ્વેએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના કોંકણ અને ગોવા ક્ષેત્રમાં ભારે વરસાદ વચ્ચે સાંજે લગભગ 6.30 વાગ્યે પાટા પર મોટો પથ્થર પડ્યો હતો. જેના કારણે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકને જોડતા 741 કિલોમીટર લાંબા વ્યસ્ત રૂટ પર રેલ ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

મહારાષ્ટ્રમાં 21 થી 24 મે દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
મુંબઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે 22 મેની આસપાસ આ જ પ્રદેશ પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધી શકે છે અને વધુ તીવ્ર બની શકે છે. મહારાષ્ટ્રમાં 21 થી 24 મે દરમિયાન ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે કમોસમી વરસાદ પડી શકે છે. જે કર્ણાટક કિનારે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાત ઉત્પન્ન થવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button