
લાહોરઃ ભારતમાં થયેલા અનેક આતંકી હુમલામાં સંડોવાયેલા આમિર હમજા પાકિસ્તાનમાં અંતિમ ઘડી ગણી રહ્યો છે. તેને કેટલાક અજાણ્યા લોકોએ તેના ઘરે જ ગોળી મારી હતી. આ કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાહોરની એક હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

આતંકી આમિર હમજા પાકિસ્તાનના પંજાબના ગુજરાંવાલાનો રહેવાસી છે. તે લશ્કર-એ-તૈયબાનો કો-ફાઉન્ડર છે અને હાફિઝ સઈદ તથા અબ્દુલ રહમાન મક્કીનો નજીકનો સાથી છે. કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં તે આતંક ફેલાવતો હતો. તે એક ગ્લોબલ ટેરરિસ્ટ છે.
પાકિસ્તાનમાં આ પહેલા પણ આતંકીને અજાણ્યા હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા 18 મે ના રોજ કોઈ અજાણ્યા હથિયારધારી શખ્સોએ લશ્કરના ટોપ કમાન્ડર સૈફુલ્લાની ગોળી મારી હત્યા કરી હતી. હવે આમિર હમજાને નિશાન બનાવ્યો છે.
આમિર હમજા લશ્કર-એ-તૈયબાની સેન્ટ્રલ કમિટીનો સભ્ય છે. લશ્કરના આતંકીઓ માટે ફંડ એકત્ર કરવાની જવાબદારી તેની હતી. હમજાએ હાફિઝ સઈદ સાથે મળી 1990ના દાયકામાં લશ્કર સંગઠનનો પાયો નાંખ્યો હતો. તે હિંસાને ધાર્મિક જેહાદના નામ આપીને ભાષણ આપતો હતો. તેણે 2018માં ખુદનું આતંકી સંગઠન જૈશ-એ-મનકફા બનાવ્યું હતું. લશ્કરનું આમ ન કરવા દબાણ હોવા છતાં તેણે પોતાનું સંગઠન બનાવ્યું હતું. જેને લઈ હાફિઝ સઈદ સાથે તેના મતભેદ પણ થયા હતા. કાશ્મીરમાં આતંકી નેટવર્ક ફેલાવવામાં તેની મોટી ભૂમિકા હતી.
આપણ વાંચો : પાકિસ્તાન આતંકીઓનું કબ્રસ્તાન? ભારતના મોસ્ટ વોન્ટેડ એક પછી એક આતંકી ઠાર!