નેશનલ

MP Election 2023: તો શું ઉમા ભારતીની નારાજગી ભાજપ પર ભારે પડશે? વાયરલ લિસ્ટમાંથી એકને પણ ટિકીટ નહીં….

ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી તે પહેલાં સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક યાદી વાયરલ થઇ હતી. જેમાં 29 નામો હતાં. આ યાદી પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીના લેટરપેડ પર હતી. ખાસ વાત તો એ છે કે ઉમેદવારોની આ યાદીમાંથી ઉમા ભારતીના એક પણ સમર્થકને ટિકીટ આપવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીના નામે એક પત્ર વાયરલ થયો હતો. આ પત્રમાં ઉમા ભારતીના 29 સમર્થકોનું નામ હતું. આ યાદીમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના ગૃહ જિલ્લા સીહોરથી પણ બે જણના નામ હતાં. જેમાં સીહોર વિધાનસભાથી ગૌરવ સન્ની મહાજન જ્યારે ઇછાવર વિધાનસભામાંથી ડો. અજય સિંહ પટેલ માટે ટિકીટની માંગણી કરવામાં આવી હતી. જોકે આ બંને સમર્થકોને ટિકીટ આપવામાં આવી નથી. સિહોરથી સુદેશ રાયને ભાજપે ઉમેદવારી આપી છે. અને ઇછાવરથી ફરથી સરણ સિંહ વર્મા પર જ ભાજપે વિશ્વાસ બતાવ્યો છે.


ઉમા ભારતીએ તેમના જેટલાં પણ સમર્થકો માટે ટિકીટ માંગી હતી એ બધી જ બેઠકો પર ભાજપે કોઇ બીજાને જ ઉમેદવારી આપી છે. વાઇરલ યાદી મુજબ ઉમા ભારતીએ સીહોર વિધાનસભામાંથી ગૌરવ સન્ની મહાજન માટે ટિકીટ માંગી હતી જ્યારે અહીં સુદેશ રાયને ઉમેદવારી આપવામાં આવી છે.


તેવી જ રીતે ઇછાવર વિધાનસભા માટે ઉમા ભારતીએ અજય સિંહ પટેલ માટે ટિકીટ માંગી હતી જો કે અહીં કરણ સિંહ પટેલને ટિકીટ મળી છે. છતપુરના બિજાવર અને રાજનગરથી બાલા પટેલનું નામ ઉમા ભારતીની યાદીમાં હતું. તથા નિવાડીથી અખિલેશ અયાચી માટે ઉમેદવારી માંગવામાં આવી હતી. જોકે અહીં અનીલ જૈનને ટિકીટ આપવામાં આવી છે.

આવા અનેક મોટા નામ ઉમા ભારતીની યાદીમાં હતાં પણ એમાંથી એક પણ વ્યક્તીને ઉમેદવારી ન મળતાં ઉમા ભારતી અને તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે આ નારાજગી શું મધ્ય પ્રદેશમાં ભાજપને મોંઘી પડશે? તે તો ચૂંટણીના પરિણામો જ બતાવી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત