અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદીઓ સાચવજો, શહેરમાં એક સાથે નોંધાયા કોરોનાના 7 કેસ…

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. શહેરમાં એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાતા ફરી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદ શહેરમાં 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તમામ સાત દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે.

2 વર્ષની બાળકી પણ કોરોનાની ઝપેટમાં
અમદાવાદ શહેરમાં જે સાત પોઝિટિવ કેસ નોંધાયા તેમાં વટવાનો 15 વર્ષીય કિશોર, નારોલનો 28 વર્ષીય યુવક, દાણી લીમડાના 72 વર્ષીય વૃદ્ધા, બહેરામપુરાનો 30 વર્ષીય યુવક, ગોતાની 2 વર્ષીય બાળકી, નવરંગપુરાના 54 વર્ષીય આધેડ અને બોપલના 15 વર્ષીય કિશોરને સમાવેશ થાય છે. હાલ તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સાત પૈકી ચાર દર્દીએ મણીનગરની લેબોરેટરીમાં અને બાકીના ત્રણ દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. દર્દીઓમાં કોઈ નવો વેરિએન્ટ હાલમાં જોવા મળ્યો હોય તેવું જાણવા મળ્યું નથી જોકે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર રાખી રહ્યું છે. એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. તમામ કેસ જૂના વેરિઅન્ટના હોવાનું સામે આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button