IPL 2025

ચેન્નઈએ રાજસ્થાનને આપ્યો 188 રનનો લક્ષ્યાંક

ચેન્નઈ સામે જમ્મુના યુધવીર અને ઉત્તરાખંડના મઢવાલની ત્રણ-ત્રણ વિકેટ

નવી દિલ્હીઃ આઇપીએલની 18મી સીઝનના પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે અહીં મંગળવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કર્યા પછી (12 રનમાં કૉન્વે અને ઉર્વિલ પટેલની વિકેટ ગુમાવવાને પગલે) થોડી સાધારણ ભાગીદારીઓની મદદથી છેવટે 20 ઓવરને અંતે 187/8નો સ્કોર નોંધાવ્યો હતો.

ચેન્નઈના આયુષ મ્હાત્રે (43 રન), ડેવાલ્ડ બ્રેવિસ (42 રન) અને શિવમ દુબે (39 રન) હાફ સેન્ચુરી ચૂકી ગયા હતા. રાજસ્થાન વતી રમતા જમ્મુના પેસ બોલર યુધવીર સિંહે (Yudhvir singh) 47 રનમાં ત્રણ વિકેટ તથા ઉત્તરાખંડના રુડકીના આકાશ મઢવાલે (Akash madhwal) 29 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે (જે અગાઉ ચેન્નઈની ટીમમાં હતો તેણે) તેમ જ વનિન્દુ હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.

આયુષ મ્હાત્રે તથા આર. અશ્વિન (13 રન) વચ્ચેની 56 રનની, શિવમ દુબે તથા બે્રવિસ વચ્ચેની 59 રનની અને કૅપ્ટન ધોની (16 રન) તથા દુબે વચ્ચેની 43 રનની ભાગીદારીએ ચેન્નઈની ટીમની થોડી આબરૂ સાચવી હતી.

બન્ને ટીમ આ મૅચ જીતીને રહીસહી આબરૂ બચાવવાની તક મેળવવા તત્પર હતી.

મૂળ શેડ્યૂલ મુજબ રાજસ્થાન-ચેન્નઈની આ મૅચ ચેન્નઈમાં રમાવાની હતી, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના જંગને પગલે નવેસરથી સમયપત્રક બનાવવામાં આવ્યું જેમાં આ મૅચ દિલ્હીમાં રમાઈ.

આ પણ વાંચો…રાજસ્થાન રૉયલ્સ આજે હારે એટલે સાવ તળિયે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button