આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે, વોર્ડ રચનાની પ્રક્રિયા શરૂ થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુપ્રીમ કોર્ટના ચાલુ મહિનાના પ્રારંભમાં આવેલા આદેશ પછી મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સંદર્ભે વોર્ડ રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
એક ટોચના અધિકારીએ સોમવારે એવી માહિતી આપી હતી કે, વિવિધ ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી વર્ષના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાઈ શકે છે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં છગન ભુજબળનો પ્રધાનમંડળમાં સમાવેશ
છઠી મેના રોજ સર્વોચ્ચ અદાલતે ઓબીસી અનામતના મુદ્દાને કારણે પાંચ વર્ષથી વધુ સમયથી અટકી પડેલી મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આડેનો માર્ગ મોકળો કર્યો હતો, રાજ્ય ચૂંટણી પેનલને ચાર અઠવાડિયામાં તેનું નોટિફિકેશન બહાર પાડવાનો આદેશ આપ્યો હતો.
‘વોર્ડ રચનાની પ્રક્રિયામાં લગભગ 70 દિવસ લાગશે. ત્યારબાદ અનામતનો સમય લાગ…