હવે પાકિસ્તાનપ્રેમ ભારે પડી રહ્યો છે તુર્કીય અને અઝરબૈઝાનને જાણો કોઈ રીતે…

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિમાં પાકિસ્તાન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરનારા અઝરબૈઝાન અને તુર્કીયને હવે તેના પરિણામો ભોગવવાનો વારો આવી રહ્યો છે. પાકિસ્તાનને સપોર્ટ કરવા બદ્દલ લોકો આ બંને દેશોનો બોયકોટ કરી રહ્યા છે અને એને જ કારણે વિઝા એપ્લિકેશનમાં 42 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
ભારતીય પર્યટકો તુર્કીય અને અઝરબૈઝાન ફરવા જવાનું ટાળી રહ્યા છે. સામે આવેલા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લાં 36 કલાકમાં 60 ટકા યુઝર્સે વિઝા એપ્લિકેશન પ્રોસેસને અધવચ્ચે જ છોડી દીધી છે. આ ઘટાડામાં મોટાભાગના પર્યટકો દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં રહે છે, જ્યાં તુર્કીય જવાની વિઝા એપ્લિકેશનમાં 53 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ ઈન્દોર અને જયપુર જેવા શહેરોમાં આ પ્રમાણે 20 ટકા જેટલું છે.
ટ્રાવેલ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષની શરુઆત ખૂબ જ જોરદાર થઈ હતી. જાન્યુઆરી-માર્ચ વચ્ચે તુર્કીય અને અઝરબૈજાનના વિઝા એપ્લિકેશનમાં વાર્ષિક સરાસરી અનુસાર 64 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, હવે ભારત-પાકિસ્તાનના વણસેલા સંબંધો વચ્ચે બંને દેશોની ભારત વિરોધી ભૂમિકાને જોતા હવે પર્યટકો આ બંને દેશોમાં ફરવાનું જવાનું ટાળવા લાગ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી. આ હુમલામાં 26 નિર્દોષ લોકોનો ભોગ લેવાો હતો. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને તગડો જવાબ આપતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ભારતની આ કાર્યવાહીમાં તુર્કીય અને અઝરબૈઝાને ખુલીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પર્યટકો આ બંને દેશો ફરવા માટે જાય છે. પરંતુ આ બંને દેશોના વલણને જોતા હવે ભારતીય પર્યટકોએ તુર્કીય અને અઝરબૈજાન ફરવા જવાનું ટાળવા લાગ્યા છે.
આ પણ વાંચો…આ ટ્રાવેલ અને બુકિંગ પ્લેટફોર્મે તુર્કી, અઝરબૈજાન, ચીન માટે બુકિંગ બંધ કર્યું; જાણો કારણ