TMKOCના ફેન્સ માટે આવ્યા ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ શોમાં જોવા મળશે આ મજેદાર પાત્ર…

દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરતી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. આ શોને પસંદ કરનારો એક આખો અલગ વર્ગ છે. હવે આ ટીવી સિરીયલના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ શોમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થવા જઈ રહી છે.
ચાલો તમને જણાવીએ કોણ છે આ નવી ખાસ વ્યક્તિ…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મેકર્સ ટૂંક સમયમાં જ આ શો પર એક નવા કેરેક્ટરને ઈન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. આ શો પર અન્વી તિવારીની એન્ટ્રી થશે અને તે શોમાં મોનાનો રોલ પ્લે કરતી જોવા મળશે. જોકે, અત્યાર સુધીમાં આ શોમાં અન્વીની એન્ટ્રી વિશે કોઈ કન્ફર્મેશન નથી મળી રહ્યું, પણ શોમાં કોઈ નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ રહી છે એ વાત તો એકદમ 100 ટકા સાચી છે.
છેલ્લાં કેટલાક દિવસથી શો પર પ્લોટ ચાલી રહ્યો છે કે ગોકુલધામ સોસાયટીમાં વર્માજીના ફ્લેટનું રિનોવેશન થઈ રહ્યું છે, જેને કારણે સોસાયટીમાં લાઈટનો ઈશ્યુ પણ થયો હતો. હવે આ વર્માજીના ફ્લેટમાં કોણ રહેવા આવી રહ્યું છે એ જાણવા માટે ગોકુલધામવાસીઓ સાથે દર્શકોમાં પણ ઉત્સુક્તા જોવા મળી રહી છે. હવે આ ઘરમાં કોણ રહેવા આવશે અને શું અન્વી જ મોના બનીને ગોકુલધામમાં વર્માજીના ફ્લેટમાં ભાડેથી રહેવા આવશે એ લાખ રૂપિયાનો સવાલ છે.
વાત કરીએ અન્વી તિવારીના વર્ક ફ્રન્ટની તો અન્વી તિવારી છેલ્લાં અનેક વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તે પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલાં અન્વી જય જગન્નાથ, દહેજ દાસી, કિસ્મત કી લકીરો સે આગે અને વિઘ્નહર્તા ગણેશ જેવા શોઝ કરી ચૂકી છે. અન્વીએ અત્યાર સુધી તમામ સિરીયલમાં સપોર્ટ રોલ જ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર્શકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાભાભી એટલે કે દિશા વાકાણીને સૌથી વધુ મિસ કરી રહ્યા છે. દયાભાભીની એન્ટ્રીને લઈને પણ અલદ અલગ રિપોર્ટ્સ વાઈરલ થતાં હોય છે. આ વખતે શોમાં દયાભાભી તો નહીં પણ કોઈ નવી એક્ટ્રેસની એન્ટ્રી થવા જઈ રહી છે ક્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની એન્ટ્રીથી કેવી અને કેટલી ધમાલ મચે છે એ તો સમય જ કહી શકશે…
આ પણ વાંચો…TMKOCમાં પાછા ફરશે દયાબેન, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…