WhatsApp પર આવી ગયું છે ગજબનું ફીચર, અત્યારે જ જાણી લેશો તો…

વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી અને લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ચૂકી છે. દુનિયાભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને આ પ્લેટફોર્મ પર તમને અલગ અલગ એવા અનેક ફીચર્સ મળે છે. કંપની પણ યુઝર્સની સુવિધા અને સુપક્ષા માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરે છે. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક કામના ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારું કામ ખૂબ જ સરળ બની જશે.
આપણામાંથી ઘણા લોકોને વોટ્સએપ પર આવતા લાંબા લાંબા મેસેજ વાંચવાનો કંટાળો આવતો હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વોટ્સએપનું આ ફીચર તમારા માટે ખૂબ જ કામનું સાબિત થશે. આ ફીચરની મદદથી તમે તમારા લાંબા લાંબા વોટ્સએપ મેસેજને એકદમ શોર્ટ કરીને વાંચી શકશો.
કંપની દ્વારા આ પ્લેટફોર્મ પર એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ફીચર મેસેજ સમરાઈઝનો છે, જે પ્રાઈવેટ ચેટ્સ, ગ્રુપ અને ચેનલમાં ઉપલબ્ધ છે. આ ફીચર પ્રાઈવેટ પ્રોસેસિંગ સાથે આવે છે, જે એ વાત સુનિશ્ચિત કરે છે કે તમારા મેસેજનો એક્સેસ મેટા કે વોટ્સએપમાંથી કોઈને પણ ના મળે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર વોટ્સએપ એક ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને તેમના મિસ થઈ ગયેલી ચેટ્સની સમરી પૂરી પાડશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ યુઝર્સ વોટ્સએપ બીટા એન્ડ્રોઈડ 2.25.15.12 પર આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
આ ફીચર મેટા એઆઈની મદદથી મેસેજને સમરાઈઝ કરશે અને જેવા કોઈ ચેટમાં ઘણા મેસેજ અનરીડ હશે તો તમને સમરી વિથ મેટા એઆઈનું ઓપ્શન દેખાશે. આ બટન પર ક્લિક કરતાં જ તમને તમારી આ મેસેજની સમરી મળી જશે અને તમારો સમય બચી જશે. આ ફીચર તમારો ઘણો સમય બચાવી દેશે. આ ફીચર તમામ પ્રકારની ચેટ્સ માટે ઉપલબ્ધ રહેશે જેમ કે ગ્રુપ ચેટ, પ્રાઈવેટ ચેટ અને ચેનલ્સ બધા માટે.
છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમનો સમય પણ બચાવો. આવી જ આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…WhatsApp પર કરી લેશો આ સેટિંગ તો બાજુમાં બેઠેલું પાર્ટનર પણ નહીં વાંચી શકે મેસેજ…