Anant Ambani સાથે Radhika Merchant નીકળી શોપિંગ પર, લૂક જોઈને તમે પણ કહેશો…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર હર હંમેશા લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને પરિવારનું મહિલા મંડળ. એમાં પણ ખાસ કરીને જ્યારથી પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી તો લોકોને આ નવા કપલ વિશે જણાવામાં એકદમ ઉત્સુકતા જોવા મળે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો જેમાં અનંત અને રાધિકા બંને સાથે જોવા મળી રહ્યા છે. આ સમયે રાધિકાનો નો મેકઅપ લૂક અને સિમ્પલિસિટી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયો વાઈરલ થતાં ફેન્સ કહી રહ્યા છે કે બંને સાથે ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે.
આપણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને જણ એક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ સાથે કરતાં જોવા મળી રહ્યા છે. બંને જણ શોપિંગ કરવા નીકળ્યા હતા. આ સમયે અનંતે બ્લેક ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા હતા અને તે કોઈ સાથે ફોન પર વાત કરતી જોવા મળી રહ્યો છે. રાધિકાએ લોન્ગ સ્કર્ટ અને ક્રોપ શર્ટ કેરી કર્યો છે.
આ સાથે તેણે પોની ટેલ બનાવી છે. એક બ્રાઉન સ્લિંગ બેગ સાથે તેણે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. રાધિકાએ આ સમયે કોઈ મેકઅપ નથી કર્યો અને તેણે ફરી એક વખત પોતાની સાદગીથી લોકોના દિલ જિતી લીધા હતા.
આપણ વાંચો: Viral Video: Salman Khan પહોંચ્યો મહાકુંભ? સાથે દેખાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ…
સાદગી અને સ્ટાઈલની બાબતમાં તો રાધિકા મર્ચન્ટ પોતાની સાસુ નીતા અંબાણી (Nita Ambani)ને પણ ટક્કર આપે છે. ફરી એક વખત નો મેકઅપ લૂક કેરી કરીને રાધિકા મર્ચન્ટે સાબિત કરી આપ્યું છે કે સુંદરતા માત્ર મેકઅપથી જ નહીં આત્મવિશ્વાસ અને સાદગીથી પણ આવે છે. અનંતનો હાથ પકડીને ચાલતી રાધિકા ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. ફેન્સ પણ તેના વખાણ કરતા થાકી નથી રહ્યા.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે રાધિકાએ સાબિત કર્યું છે કે સાદગીમાં જ સુંદરતા છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે નો મેકઅપ, નો ઓવરડ્રેસિંગ આ છે અસલી ક્લાસ. ત્રીજા યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ કેટલું સાદગી સાથે પોતાની જાતને કેરી કરી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો. તમારું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઈ જશે..