ગાંધીનગર

ગાંધીનગરમાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી થઈ સક્રિય, મહિલાને બનાવી નિશાન

ગાંધીનગરઃ જિલ્લામાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું હતું. એક મહિલાને રસ્તો પૂછવાના બહાન ઉભી રાખી વિશ્વાસમાં લઈ રૂપિયા 50 હજારની કિંમતના દાગીના મંતરીને પાછા આપવાના બહાને ગેંગ ગાડીમાં ફરાર થઈ ગઈ હતી. બનાવ અંગે મહિલાએ ચીલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામમાં પણ આવો જ એક બનાવ નોંધાયો હતો.

શું છે મામલો

ગાંધીનગરના ચંદ્રાલા ઉમા સંસ્કાર તીર્થમાં રહેતી મહિલા આંબા રાખી કેરીનો વેપાર કરતી હતી. તેના પિતા ગામમાં ગયા હોવાથી તેને બોલવા જતી હતી. સર્વિસ રોડ પરથી ચંદ્રાલા ગામ તરફ જતા બ્રિજ પાસે એક કાર ઉભી હતી. કારના ડ્રાઈવરે તેમને બૂમ પાડીને બોલાવ્યા હતા.

તેઓ ગાડી પાસે ગયા ત્યારે અંદરે ચાર ઈસમો હતા. જેમાંથી બે શખ્સો સાધુના વેશમાં હતા. તેમણે ગિયોડ અંબાજી મંદિરનો રસ્તો પૂછ્યો હતો. તેમણે રસ્તો બતાવતા સાધુએ 200 રૂપિયાની નોટ કાઢીને આપી હતી અને આ નોટ સાચવીને રાખજે, પૂજા કરશે, બહુ પૈસા આવશે તેમ કહ્યું હતું. સાધુના વિશ્વામાં આવી ગયા બાદ તારા કાનમાં પહેરેલા બુટીયા મને આપ હું મંતરીને તને પાછા આપું છું તેમ કહેતા તેણે બુટીયા સાધુના હાથમાં આપ્યા હતા. જે બાદ સાધુ અને સાગરિતો કાર લઈને ફરાર થઈ ગયા હતા. આવી મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી મદારી ગેંગને ભૂતકાળમાં ઝડપી હતી. જેના લાંબા સમય બાદ ફરી આવી જ ઘટના બની હતી.

આપણ વાંચો:  રાજકોટઃ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની રેલીપહેલાં જ નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા

ગાંધીધામમાં પાણી પીવાના બહાને આવેલો બાવો 14 લાખના દાગીના લઈ ફરાર

ગાંધીધામના વોર્ડ નંબર 7-ડીમાં રહેતા અને એક ટીમ્બર કંપનીના સંચાલકના પત્ની ઘરે એકલા હતા ત્યારે એક બાવો તેમના ઘરે પાણી પીવાના બહાને આવ્યો હતો. બાવાએ પાણી મગાવ્યા બાદ મંત્ર-તંત્ર બોલ્યો અને પાણી છાંટી તેમના ગુરૂ સાથે વાત કરાવ્યા બાદ દાગીના લઇ માટલામાં નાખવા કહ્યું હતું. ત્યાર બાદ પત્ની પર વશીકરણ કરીને રૂ. 14 લાખની કિંમતના 36 તોલા સોનાના દાગીના તફડાવીને બાવો ચાલ્યો ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button