
નવી દિલ્હીઃ ભારતમાં કરદાતા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જીએસટી અપીલ દાખલ કરવા માટે જરૂરી પ્રી ડિપોઝિટ 10 ટકાનું ચુકવણી ઈનપુટ ટેક્સ ક્રેડિટથી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી આ રકમ માત્ર રોકડેથી ચુકવવામાં આવતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. આ ચુકાદો ગુજરાત હાઈ કોર્ટના આદેશને જાળવી રાખીને આપવામાં આવ્યો હતો.

જીએસટી કાયદાની કલમ 107 (6) અંતર્ગત કોઈપણ અપીલ દાખલ કરતા પહેલાં 10 ટકા ટેક્સની પ્રી ડિપોઝિટ કરાવવું જરૂરી છે. સરકાર અત્યાર સુધી માનતી હતી કે, ચુકવણી માત્ર કેશ લઈને જ થઈ શકે છે પરંતુ ગુજરાત હાઈ કોર્ટે કહ્યું કે, તેઓ ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝર (ઈસીએલ)થી પણ ચુકવણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે રેવન્યૂ વિભાગની અરજી નકારીને ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો.
વરિષ્ઠ વકીલ અભિષેક રસ્તોગીએ કોર્ટમાં કહ્યું કે, સીજીએસટી એક્ટની કલમ 49(4) અનુસાર, ઈસીએલનો ઉપયોગ આઉટપુટ ટેક્સ ચુકવણીમાં થઈ શકે છે.
વેપારીઓ પર શું થશે અસર
- તેઓ હવે આઈટીસીનો ઉપયોગ કરીને અપીલ દાખલ કરી શકે છે. રોકડની જરૂર નહીં પડે.
- જે નાના વેપારી અને નિકાસકાર પાસે આઈટીસી છે, તેમના માટે કેશ ફ્લોનું દબાણ ઘટશે.
- જે કરદાતા પહેલા રોકડમાં પ્રી-ડિપોઝિટ કર્યું છે તેઓ હવે રિફંડ માટે અરજી કરી શકે છે.
વકીલ અભિષેક રસ્તોગીએ કહ્યું, આ નિર્ણય જીએસટી માળખાને યોગ્ય બનાવે છે. તેનાથી અપીલની પ્રક્રિયા સુગમ થશે, કરદાતા અને ખાસ કરીને એમએસએમઈને રાહત મળશે.
આપણ વાંચો : હોટલને 1 રૂપિયો જીએસટી વસુલવો મોંધો પડયો, ગ્રાહકને 8001 રૂપિયા ચૂકવવા આદેશ