મરણ નોંધ

જૈન મરણ

જામનગર હાલારી વિશા શ્રીમાળી જૈન
લતીપુર નિવાસી સ્વર્ગસ્થ ચંપાબેન અમૃતલાલ લક્ષ્મીચંદ વોરાના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૫૯) ૨૨/૧૦/૨૩ રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચુનીલાલ લક્ષ્મીચંદ સ્વ. કાંતિલાલ લક્ષ્મીચંદ સ્વ. જયાબેન શાંતિલાલ મહેતાના ભત્રીજા. તે સ્વ. જીતેન્દ્ર સ્વ. અશોક રશ્મિન, ડૉ. મુકેશ, પંકજ, દેવેન્દ્ર, સ્વ. સરોજ પ્રવિનચંદ્રના ભાઈ. ચારુલતા, નૌકા, વીણા, અંજનાના દિયર. વર્ષાના જેઠ. રોનક, મૃદંગ, હાર્દિક, રક્ષિત, પ્રતીક, હર્ષ, વત્સલ, વૈભવ, શ્ર્વેતા, ઉમંગી, જાહનવીના કાકા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. મયાબેન ધનજીભાઈ અભેચન્દ મહેતાના પુત્ર નવીનચંદ્ર (ઉં.વ. ૮૦) તે ઈન્દિરાબેનના પતિ. હર્ષ, અમી, ધારાના પિતા. કિંજલ, સમીરભાઈ દોશી, ઋષિતભાઈ કોઠારીના સસરા. દેવના દાદા. સ્વ. લીલાવંતીબેન રતિલાલ ચતુરભાઈ અજમેરાના જમાઈ તા. ૨૧-૧૦-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૦-૨૩ના ગુરુવારે ૪ થી ૬ ઝવેરબેન પોપટલાલ ઓડિટોરિયમ, હિંગવાલા લેન, ઉપાશ્રયની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ. (લૌ. વ્ય. બંધ છે)

ઝાલા. શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
રામપૂરા ભંકોડા હાલ મુંબઈ સ્વ. જગદીશભાઈ કાંતિલાલ શાહના ધર્મપત્ની ઈન્દીરાબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. સુરેશભાઈ શાહ, મીનાબેન રમેશભાઈ શાહ, વર્ષાબેન ધનેશભાઈ મહેતાના ભાભી. કેતકી, મનીષા, કશ્યપ રેશમવાલા, સેજલ સંજીવ કંસારાના માતુશ્રી. રશ્મી વિશાત શાહના નાની સાસુ. વિશાંત, ગૌરવ, પૂર્વીશના નાની. પિયર પક્ષે સ્વ. જેચંદભાઈ અમુલખભાઈ મડીયાના પુત્રી તા. ૨૩-૧૦-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
વિંછીયા, હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતીબેન રતિલાલ ચતુરભાઈ અજમેરાના પુત્રવધૂ નલીનાબેન (ઉં. વ. ૭૯), તે સ્વ. હર્ષદરાયના ધર્મપત્ની. તે પિયર પક્ષે સ્વ. કંચનબેન રતિલાલ ડેલીવાલાના દીકરી. મેહુલ, કોમલ તથા પલકના માતુશ્રી. તે બિંદી, કિરણભાઈ શાહ તથા અતુલભાઈ દોશીના સાસુ. તે સ્વ. શારદાબેન ધીરજલાલ શાહ, નિર્મળાબેન મહિપતરાય ડેલીવાલા, ઈન્દુબેન નવીનચંદ્ર મહેતા, રંજનબેન વિનોદરાય કામદાર, પ્રફુલા સતિષચંદ્ર મહેતા, સ્વ. બીપીનભાઈના ભાભી તા. ૨૪.૧૦.૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌ. વ્ય. બંધ છે.)

સંબંધિત લેખો

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. તલકશી વાઘજી અરજણ છાડવા (ઉં. વ. ૬૬) ઘાટકોપર મધ્યે તા. ૨૨.૧૦.૨૩ના અવસાન પામેલ છે. પરમાબેન વાઘજીના સુપુત્ર. જવેરબેનના પતિ. શ્ર્વેતા, દિપીકા, હેમાંગ, નિલમના પિતા. શૈલેષ, વિનોદ, દિપેશ, રૂચીકાના સસરા. ગાંગજી, સ્વ. કાનજી, મણીલાલ, ચાંપશી શાંતુ, સ્વ. હસમુખ, સ્વ. ભરત, સ્વ. ભાનુબેન, વિનોદ, દિનેશના ભાઈ. ગામ ખારોઈના સ્વ. પાર્વતીબેન વિરમ મુરજી ગડાના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬.૧૦.૨૩ ૧૦થી ૧૧.૩૦ કપોળવાડી, ઘાટકોપર-વેસ્ટ. પ્રાર્થના પછી બર વિધી રાખેલ છે.

ઝાલાવાડી દશાશ્રીમાળી જૈન
મૂળ સુરેન્દ્રનગરના (હાલ તારદેવ-મુંબઈ) સ્વ. વિપુલભાઈ શાહ (ઉં. વ. ૬૫) મંગળવાર, તા. ૨૪.૧૦.૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ચંદ્રાબેન વિનોદભાઈ શાહના સુપુત્ર. તે દિનાબેન શાહના પતિ. તે મિલીન, મિલાપ, માનસીના પિતાશ્રી. તે માનસી અને માધવીના સસરા. તે સ્વ. લીલાબેન રમણીકલાલ વખારીયાના જમાઈ. તે કેતન, ધીરેન, તુષાર-તૃપ્તીના ભાઈ. (તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)

વિશા નિમા જૈન
મહુધા, હાલ મુલુંડ સ્વ. નવિનભાઈ પુનમચંદ શાહ અને સ્વ. રમીલાબેન નવિનભાઈ શાહના પુત્ર સ્વ. દેવેન્દ્ર (ઉં. વ. ૬૯) તે તા. ૨૪.૧૦.૨૩ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. ઉર્વી, જિજ્ઞા, બીજલના પિતાશ્રી. જયનાબેન, મિંકલના મોટા ભાઈ તથા કૌશલકુમાર, નિર્મિતકુમાર તથા વિમલકુમારના સસરા. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રે.ઠે. ડી-૨૭, મુલુંડ વિશ્ર્વ સકાર સોસાયટી કો. હા. સોસાયટી, નાહુર રોડ, સર્વોદય જૈન દેરાસર પાસે, મુલુંડ (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
ડોણ (રાયણ)ના હિતેશ ગોગરી (ઉં.વ. ૫૪) તા. ૨૩-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તેજબાઈ રતનશી હીરજીના પુત્ર. ઉષાના પતિ. ફાલ્ગુનીના પિતા. વિનોદ, હીના, ભારતી, કવિતાના ભાઈ. સ્વ. રતનબેન ગાંગજી કારુભાઈના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેશ ગોગરી, ૬૦૩, મનીષાપુર્તી સો., સિધ્ધાર્થ હોસ્પિટલની સામે, શાસ્ત્રી નગર, ગોરેગાંવ (વે.).

લાકડીયા (વાગડ)ના નીતીન નિસર (ઉં.વ. ૬૧) તા. ૨૨-૧૦ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હરખચંદના સુપુત્ર. સવિતાના પતિ. તનિષ્કા, હયાન, ભવ્યના પિતાશ્રી. પ્રફુલ્લ, સ્વ. ભરત, નયના, યોગીનીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીતીન હરખચંદ નિસર, ગાંવઠણ, સબવેની બાજુમાં, દહીંસર (વેસ્ટ).

બિદડાના (હાલાઈ ફરીયો) રત્નકુક્ષી માતુશ્રી રતનબેન જેઠાલાલ સંગોઈ (ઉં.વ. ૯૧) ૨૪-૧૦ના અવસાન પામેલ છે. કુંવરબાઈ મોણશી પાંચારીયાના પુત્રવધૂ. સ્વ. જેઠાલાલના પત્ની. હંસા, ઈલા, કેતન, સં.પ. મુનિશ્રી તીર્થકમલવિજયજી મ.સા.ના માતુશ્રી. ભુજપુર સુંદરબાઈ મેઘજી કાંયા હીરાના સુપુત્રી. ભાણજી, પદમશી, ના. ખાખર વિમળા લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેતન સંગોઈ, ૧૧/૧૨, બિન્દ્રા નિવાસ, જે.પી. રોડ, અંધેરી (વે.).

કોટડા (રોહા) હાલે દેવપુરના નવિનચંદ્ર વેલજી પુંજા પાસડ (ઉં.વ. ૭૮) તા. ૨૩-૧૦-૨૩ના અરિહંતશરણ થયેલ છે. હીરબાઇ વેલજીના પુત્ર. સુધાબેનના પતિ. કોટડા (રોહા)ના શામજી, ધનજી, વસંત, મુલચંદના ભાઇ. કોટડા રોહાના હેમલતાબેન મંગલ (કલ્યાણજી) રાજપાર ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મેહુલ મુલચંદ પાસડ, ૧૩૦૧, હેમંત વિલા, ઝવેર રોડ, મુલુંડ (વે.).

ભોરારાના કસ્તુરબેન દેઢીયા (ઉં.વ. ૬૭) તા. ૨૪-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. કાંતીલાલ નાનજીના ધર્મપત્ની. સ્વ. ગંગાબાઇ નાનજી કાનજીના પુત્રવધૂ. દિપા, પરીનના માતુશ્રી. વડાલાના સ્વ. માકબાઇ રામજી મેઘજીના પુત્રી. સ્વ. ભવાનજી, સ્વ. મણીલાલ, વાંકીના સ્વ. નાનબાઇ પ્રેમજી, પત્રી સાકરબેન કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દીપા ધીરજ ગાલા, દેવ આશીષ બિલ્ડીંગ, ૧૦૩, નહારનગર, મલાડ (વે.).

દશા શ્રીમાળી સ્થા. જૈન
દામનગર, હાલ બોરીવલી રશ્મિબેન તથા હિતેશ અનંતરાય અજમેરાના પૌત્ર. વૈષ્ણવી વૃષભ અજમેરાના પુત્ર વિયાંશ અજમેરા (ઉંમર:૦૨) તે ૧૭/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જામખા નિવાસી હાલ બોરીવલી મીનાક્ષીબેન તથા ભરતભાઈ દેવજીભાઈ માંડલિયાના દોહિત્ર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button