આમચી મુંબઈ

ચોમાસામાં થશે મુંબઈ પાણી પાણી : માંડ ૬૧.૩૨ ટકા નાળા સફાઈ થઇ…

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ
: ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા વચ્ચે હાલ મુંબઈમાં અઠવાડિયા સુધી યલો અલર્ટ આપીને હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ દરમ્યાન જો ભારે વરસાદ પડી ગયો તો મુંબઈના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. મુંબઈમાં જેમ રસ્તાના કામ ધીમી ગતિએ ચાલી રહ્યા છે, એ મુજબ જ મુંબઈમાં નાળાની સફાઈ પણ ધીમી ચાલી રહી છે.

નાળાસફાઈની ૩૧ મે, ૨૦૨૫ની ડેડલાઈનને માંડ ૧૨ દિવસનો સમય બાકી રહ્યો છે અને મુંબઈમાં માંડ ૬૧.૩૨ ટકા નાળાસફાઈ થઈ છે. ડેડલાઈનમાં નાળાસફાઈનું કામ પૂરું ન થવાના સંજોગોમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. જોકે પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ૩૧ મેની ડેડલાઈનમાં નાળાસફાઈનું કામ પૂરું કરી નાખશું પણ જો કામ પૂરું નહીં થયું તો જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં કોઈ પણ હિસાબે નાળાસફાઈનું કામ પૂરી કરી નાખશું. હાલ મુંબઈમાં શહેરમાં ૬૭.૩૦ ટકા, પૂર્વ ઉપનગરમાં ૮૨.૯૫ ટકા અને પશ્ચિમ ઉપનગરમાં ૮૭.૮૭ ટકા નાળાસફાઈ થઈ છે. મીઠી નદીની ૪૭.૮૪ ટકા નાળાસફાઈ થઈ છે. તો નાના નાળાઓની ૫૦.૪૭ ટકા નાળાસફાઈ થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button