આમચી મુંબઈટોપ ન્યૂઝ

થાણેમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: ચોમાસા પહેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સહિત પંપિગ સ્ટેશનમાં સમારકામ કરવાના હોવાથી થાણે શહેરમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ થાણે મહાનગરપલિકાના પાણીપુરવઠા યોજના અંતગર્ત પિસે પંપિગ સેન્ટર અને ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં ચોમાસા પહેલા અમુક સમારકામ કરવાની સાથે કંટ્રોલ પૅનલનું સમારકામ તેમ જ ટ્રાન્સફોર્મર ઓઈલ સહિતના કામ કરવામાં આવવાના છે.

તેથી બુધવાર ૨૧ મે, ૨૦૨૫ના સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કુલ ૧૨ કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.
થાણે મહાનગરપાલિકામાં આવતા ઘોડબંદર રોડ, વર્તક નગર, ઋતુ પાર્ક, જેલ, ગાંધી નગર, રુસ્તમજી, સિદ્ધાંચલ, સમતા નગર, ઈન્ટરનિટી, જૉન્સન અને કલવાના વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button