નેશનલ

ભારતીયો માટે હવે શ્રીલંકાના ફ્રી વિઝા

નવી દિલ્હી: શ્રીલંકા જવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે તમારે શ્રીલંકા જવા માટે વિઝાની જરૂર નહીં પડે. શ્રીલંકાની કેબિનેટે મંગળવારે સાત દેશોના પ્રવાસીઓને પાંચ મહિના માટે ફ્રી વિઝા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, થાઈલેન્ડ, મલેશિયા, જાપાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

શ્રીલંકાના વિદેશ બાબતોના પ્રધાન અલી સાબરીએ જણાવ્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી
પાઇલટ પ્રોજેક્ટ તરીકે મફત વિઝા મુસાફરી તાત્કાલિક અસરથી શરૂ થઈ ગઈ છે. મફત પ્રવાસી વિઝા ઉપરાંત, કેબિનેટે નજીકના ભવિષ્યમાં શ્રીલંકાના મોટાભાગના પ્રવાસન સ્થળો માટે ઈ-ટિકિટીંગ સિસ્ટમનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય વધુ પ્રવાસીઓને આકર્ષવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અમે આગામી વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા વધારીને ૫૦ લાખ પ્રવાસીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ.

ફ્રી વિઝા અને ઈ-ટિકિટીંગ સિસ્ટમથી વિઝા મેળવવામાં આવતા ખર્ચ અને સમયની બચત થશે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અલી સાબરીએ કહ્યું હતું કે શ્રીલંકા ભારત સાથે તેના સંબંધો સુધારવા પ્રયત્ન કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button