સ્પેશિયલ ફિચર્સ

Indian Railwaysની આ એપ છે ખુબ જ કામની, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ આ ભારતીય રેલવેની ટ્રેનમાં મુસાફરી કરે છે.

ભારતીય રેલવે પણ પ્રવાસીઓની સુવિધા માટે દર થોડાક સમયે અલગ અલગ એપ્સ અને સુવિધાઓ રજૂ કરતી રહી છે. આજે અમે અહીં તમને ઈન્ડિયન રેલવેની આવી જ એક કામની એપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

ભારતીય રેલવેમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ માટે હવે સ્વરેલ (SWARail) નામની નવી એપ આવી ગઈ છે. આઈઆરસીટીસી દ્વારા સ્વરેલ એપ લોન્ચ કરી છે અને અહીં તમને તમામ સર્વિસ એક જ એપની અંદર મળી રહેશે.

આપણ વાંચો: UPI ઠપ્પ થઇ ગયું! આ એપ્સના યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા, એક અઠવાડિયામાં બીજું મોટું આઉટેજ

ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે સ્વરેલ નામની એપ ડાઉનલોડ કરી શકશો. જોકે, આ એપ હજી ટ્રાયલ બેઝ પર જ છે અને એપલ યુઝર્સ માટે આ એપ હજી ઉપલબ્ધ નથી.

સ્વરેલને સુપર એપ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે અને આ એપની મદદથી તમે આઈઆરસીટીસીની તમામ સર્વિસ એક્સેસ કરી શકો છો. પ્લે સ્ટોર પર લિસ્ટેડ ડિટેલ્સમાં સ્વરેલ એપના સ્ક્રીનસોટ્સ શેર કરવામાં આવ્યા છે, જ્યાં તમામ ફીચર્સની ખૂબ જ જાણકારી આપવામાં આવી છે.

સ્વરેલ એપની મદદથી તમે રિઝર્વેશન, જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકો છો. આ સિવાય સ્વરેલ એપની અંદર તમે ટ્રેન સર્ચ કરી શકો છો, પીએનઆર સ્ટેટસ, ટ્રેન ટ્રેકિંગ, ફૂડ ઓર્ડર અને ફીડબેકની સુવિધા પણ આપવામાં આવી છે.

આપણ વાંચો: બેટિંગ એપ્સની જાહેરાત કરતા 25 સેલિબ્રિટી સામે FIR; જાણો કોના કોના નામ સામેલ…

આ એપમાં તમે તમારી આગામી જર્નીની ડિટેઈલ્સ વગેરે પણ જોઈ શકો છો. આ સિવાય અલગ અલગ એપ ઈન્સ્ટોલેશનની જરૂર નહીં રહે.

ઈન્ડિયન રેલવેની આ એપની સૌથી મહત્ત્વની ખાસિયત વિશે વાત કરીએ તો આ એપમાં તમે ખૂબ જ સરળતાથી લોગ ઈન કરી શકો છો અને એ માટે યુઝર્સે તેમની આઈઆરસીટીસીની લોગ ઈન ડિટેઈલ્સને યુઝ કરી શકો છો.

આ કામની માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button