આમચી મુંબઈ

દરિયાકાંઠાના વિસ્તારોમાં જહાજ બનાવવાના કારખાના સ્થપાશેઃ નવી રોજગારીનું થશે સર્જન

મુંબઈ: કેન્દ્ર સરકારની જહાજ નિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ નીતિને અનુરૂપ રાજ્ય સરકારે જાહેર કરેલી નીતિ અનુસાર, રાજ્યના દરિયાકાંઠે જહાજ નિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ માટેના કારખાનાઓ સ્થાપવામાં આવશે. આ માટે, સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન તરીકે ૧૫ ટકા મૂડી સબસિડી આપવાના હોવાથી ૬,૬૦૦ કરોડ રૂપિયાના રોકાણ અને ૪૦,૦૦૦ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

જહાજ નિર્માણ નીતિની જાહેરાત કરતી વખતે રાજ્ય સરકારે જહાજ નિર્માણ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા, કાર્ગો હેન્ડલિંગનું પ્રમાણ વધારવા અને રોજગારીનું સર્જન કરવા માટે બંદર ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે આ નીતિ ઘડી છે.

આ નીતિની જાહેરાત કરતી વખતે, જહાજ નિર્માણ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા, કાર્ગો હેન્ડલિંગ વધારવા અને બંદર ક્ષેત્રમાં રોકાણ વધારીને રોજગારીનું સર્જન કરવાનો હેતુ ઘડવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ, માલની મોટા પાયે નિકાસને કારણે વિદેશી ચલણના પ્રવાહને ઘટાડીને દેશના અનામતને વધારવાના પ્રયાસો કરવામાં આવશે.

આનાથી આવકનો એક નવો સ્ત્રોત ઉભો થઈને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે તેમ જ રાજ્યમાં કુશળ માનવશક્તિનું નિર્માણ થશે, તેથી ભવિષ્યમાં રાજ્યના યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી થશે. રાજ્ય સરકારે ૨૦૩૦ સુધીમાં દેશના શિપિંગ ઉદ્યોગનો હિસ્સો ૩૩ ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ અંતર્ગત ઉદ્યોગો માટે કૌશલ્ય વિકાસ સુવિધાઓ સ્થાપવા માટે પાંચ કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. તેવી જ રીતે, સરકાર કર્મચારીઓની તાલીમ માટે એક કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે.

આ પણ વાંચો….મહારાષ્ટ્ર સરકારે દરિયાઈ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે જહાજ નિર્માણ નીતિને મંજૂરી આપી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button