તમે વાપરો છો એ વેસ્ટર્ન ટોઈલેટમાં થઈ શકે છે વિસ્ફોટ, જાણો કઈ રીતે…

ગ્રેટર નોએડામાં વેસ્ટર્ન ટોઈલેટ સીટમાં વિસ્ફોટ થતાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ ઘટના ચોંકાવનારી છે, સાંભળવામાં ભલે વિચિત્ર લાગે કે આવું તે કઈ રીતે શક્ય છે? પરંતુ આવું પહેલી વખત નથી થયું.
ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. આવી સ્થિતિમાં લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું તમારા ટોઈલેટમાં પણ આવો બ્લાસ્ટ થઈ શકે છે? ચાલો જાણીએ આ પાછળનું કારણ-
ગ્રેટર નોએડાની વાત કરીએ તો અહીં થયેલો બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ટોઈલેટ સીટના ટૂકડે ટૂકડે થઈ ગયા હતા અને આશુ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો.
આપણ વાંચો: એન્જિનિયર યુવાને એ રીતે જીવ દીધો કે હૃદય કાંપી જાય, બેંગલુરુની ચોંકાવનારી ઘટના…
વાત કરીએ ટોઈલેટમાં થયેલાં બ્લાસ્ટની તો આ પાછળનું કારણ છે મિથેન ગેસ. આ ગેસ ખૂબ જ જ્વલનશીલ હોય છે જે મામુલી ચિનગારીથી પણ આગ પકડી લે છે. પરંતુ હવે તમને થશે કે આ ગેસ ટોઈલેટ સુધી પહોંચ્યું કઈ રીતે?
મળતી માહિતી પ્રમાણે જ્યારે જૈવિક કચરો (માનવી વિષ્ઠા, ખાવાનું, ઝાડ વગેરે વગેરે) ઓક્સિજન વિના સડવા લાદે છે તો ત્યાં એનેરોબિક બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે અને આ બેક્ટેરિયા મિથેન ગેસ બનાવે છે. ટોઈલેટથી નિકળનારો કચરો જ્યારે સીવરમાં જમા થાય છે અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહે છે તો મિથેન ગેસ બનવા લાગે છે.
ગ્રેટર નોએડાના ટોઈલેટ બ્લાસમાં પણ આવું જ કંઈક થયું હશે. સીવરમાં જમા થયેલી ગંદગી અને કચરાના સડવાથી મિથેન ગેસ બન્યો હશે. ટોઈલેટમાં બારી પણ નહોતી કે ન તો એગ્ઝોસ્ટ ફેન. ગેસ બહાર ના જઈ શકી અને અંદર જ જમા થતી રહી. જ્યારે મિથેન ગેસ ઈલેક્ટ્રિક સ્પાર્ક એટલે કે હળવી ચિનગારીના સંપર્કમાં આવે છે તો તરત જ આગ પકડી લે છે.
ગ્રેટર નોએડાના કેસમાં એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ફ્લશ દબાવતી વથતે કોઈ હળવો સ્પાર્ક થયો અને એને કારણે ગેસમાં ધડાકો થયો અને ટોઈલેટમાં ધડાકો થયો. આવી દુર્ઘટનાથી બચવા માટે ટોઈલેટ કે સિવરમાં ગેસ એકઠો ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
બાથરૂમમાં વેન્ટિલેશન ખૂબ જ જરૂરી હોય છે એટલે એગ્ઝોસ્ટ ફેન ચોક્કસ લગાવો. સીવર પાઈપ સમય સમય પર ચેક કરાવતા રહેવું જોઈએ.
આ ઉપરાંત બાથરૂમમાં ગેસ જેવી દુર્ગંધ આવે તો તરત જ પ્લંબરને બોલાવીને ખરાબ વાઈરિંગ કે સ્વિચ તરફ દુર્લક્ષ ના કરો. આ સિવાય ટોઈલેટનો દરવાજો પણ સંપૂર્ણપણે બંધ રાખવાનું ટાળો.