
મુંબઈ: રોહિત શર્મા મેદાન પર ખેલાડીઓને વઢી રહ્યો હોય એવું ભાગ્યે જ બન્યું છે અને જવલ્લે જ જોવા મળ્યું છે, પરંતુ બે દિવસ પહેલાં તેણે તેના નાના ભાઈ વિશાલ (BROTHER VISHAL)ને ઠપકો આપ્યો એનો વીડિયો વાઇરલ થયો છે.
રોહિત શર્મા બે દિવસ પહેલાં વાનખેડે ખાતે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ની ઇવેન્ટમાં પૂરા પરિવાર સાથે આવ્યો હતો. એ દિવસે વાનખેડેમાં ત્રણ સ્ટેન્ડને અનુક્રમે રોહિત (ROHIT SHARMA) તેમ જ અજિત વાડેકર અને શરદ પવારના નામ આપવામાં આવ્યા હતા.
રોહિત એ દિવસે પરિવારની કાર (CAR) પર વિશાલથી જે નાનો ગોબો પડી ગયો એ તરફ વિશાલનું ધ્યાન દોરતા બોલ્યો, ‘ યે ક્યા હૈ?’
વિશાલે ‘ રિવર્સ’ એટલું જવાબમાં કહ્યું. કાર રિવર્સ લેતી વખતે એ ડેન્ટ પડ્યું હોવાનું તે કહી રહ્યો હતો. રોહિત તરત સામું બોલ્યો, ‘ કિસ કા, તેરે સે?’ રોહિત નાના ભાઈ વિશાલ પર ખૂબ ગુસ્સામાં હતો.
રોહિત ટી-20 અને ટેસ્ટ છોડી ચૂક્યો હોવાથી હવે આઈપીએલ બાદ માત્ર વન-ડે મેચો જ રમશે.