પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆતઃ ટ્રેક પર હવે પાણી નહીં ભરાયઃ રેલવેનો દાવો

મુંબઈઃ ચોમાસુ શરૂ થાય એટલે સૌથી પહેલા ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે, કારણ કે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ સેવાઓ ખોરવાઈ જાય છે.
ચોમાસા દરમિયાન સરળ રેલ સેવા સુનિશ્ચિત કરવા માટે રેલવે વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે કામ હાથમાં લીધું છે. રેલવે લાઇન પર પાણી ભરાયેલા વિસ્તારોનો વ્યાપક અભ્યાસ કર્યા પછી, મધ્ય રેલવેએ ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં ચોમાસા પહેલાના કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.
આપણ વાંચો: Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા
મધ્ય રેલવે પર ૩૩ સંવેદનશીલ સ્થળોએ પાણી ભરાઈ જવાની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન પણ રેલ સેવા સુગમ રહે તે માટે પગલાં લેવામાં આવ્યા છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં ગટર, નાની અને મોટી ગટરોની સફાઈનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
ચોમાસાની ઋતુ દરમિયાન સ્થાનિક સેવાઓના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવામાં અને સંચિત પાણીનો નિકાલ કરવામાં પાણીના પંપ ખૂબ મદદરૂપ થશે.
આપણ વાંચો: વરસાદનાં પાણી રેલવે ટ્રેક પર છોડતી હાઉસિંગ સોસાયટી સુધરાઈનું ટાર્ગેટ
ચાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્ય પમ્પિંગ સ્ટેશનો
નગરપાલિકા ચાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્ય પમ્પિંગ સ્ટેશન સ્થાપશે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન રેલવે લાઇન પર પાણી જમા ન થાય તે માટે ચાર ફ્લડગેટ પણ સ્થાપિત કરવામાં આવશે. પાણી પંપ કરવા માટે કુલ ૧૧૨ પંપ સ્થાપિત કરવાની યોજના છે. તેમાં ૧૦૦ હોર્સપાવર પંપનો સમાવેશ થાય છે.
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે ૧૧૨ પંપમાંથી ૪૪ પંપ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવશે અને બાકીના ૬૮ પંપ સંવેદનશીલ સ્થળોએ મધ્ય રેલવે દ્વારા સ્થાપિત કરવામાં આવશે.
આપણ વાંચો: બદલાપુર-વાંગણી વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ-પુણે વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
વીજળી ગૂલ થયા પછી પણ પાણીના પંપ ચાલુ રહેશે
મધ્ય રેલવેના ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન વિભાગે ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે યોગ્ય પગલાં લીધા છે. દરમિયાન, મધ્ય રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વીજળી વિભાગ પાંચ મુખ્ય સ્થળોએ વધારાના ડીઝલ જનરેટર સેટ તૈયાર રાખશે, જેથી વીજળી ગુલ થવાના કિસ્સામાં પાણીના પંપ કાર્યરત રહે.