સુવર્ણ મંદિર સહિત 8 શહેરો હતા પાકિસ્તાનના નિશાના પર, એક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)થી બદલો લીધો અને પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને ઠાર કર્યાં હતા. પરંતુ તેમ છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડે તેમ નથી. પાકિસ્તાને 7 અને 8 મેના રીતે ભારતના અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. અમૃતસર (Amritsar)નું સુવર્ણ મંદિર (Golden Temple)ને પણ પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. પરંતુ ભારતીય સેના (Indian Army)એ તેમના પાકિસ્તાનની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. અત્યારે એક રિપોર્ટમાં આ ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છે.
પાકિસ્તાનની આ નાપાક હરકતનો મામલે થયો ખુલાસો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સેનાના મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ પાકિસ્તાનની આ નાપાક હરકતનો ખુલાસો કર્યો છે. મેજર જનરલના જણાવ્યાં પ્રમાણે પાકિસ્તાની સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી સેનાએ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાને ધાર્મિક સ્થળો સાથે સાથે નાગરિકોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન સામે ગમે તેવી કાર્યવાહી કરવામાં આવે પરંતુ તે ક્યારેય પોતાની નાપાક હરકતો છોડવાનું નથી.
આ પણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, ચાર લોકોના મોત ,20 ઘાયલ
8 મેની સવારે પણ પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો
મેજર જનરલે આપેલી જાણકારી પ્રમાણે પાકિસ્તાને 8 મેની સવારે પણ મિસાઈલ અને ડ્રોન હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાને હવાઈ હુમલોઓ પણ વધારી દીધા હતા. ડ્રોન સાથે સાથે પાકિસ્તાનને લાંબા અંતરની મિસાઈલો પણ ભારત પર છોડી હતી. પરંતુ ભારત સંપૂર્ણ રીતે તૈયાર હતી. જેથી પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કરી દીધા હતાં.
પાકિસ્તાનના દરેક હુમલાનો ભારતે નાકામ કર્યાં
મળતી જાણકારી પ્રમાણે નાપાક પાકિસ્તાને અમૃતસર સાથે સાથે પઠાનકોટ, જલંધર, શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, લુધિયાના અને ભુજને પણ નિશાન બનાવ્યું હતું. આ સાથે ભારતના અન્ય શહેરો પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય સેનાની આકાશ મિસાઇલ સિસ્ટમ અને L-70 ડિફેન્સ ગને પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહત્વની વાત એ છે કે, ભારતે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે શરૂ કર્યું હતું, પરંતુ પાકિસ્તાન તેમાં વચ્ચે પડ્યું અને ભારત પર હુમલો શરૂ કર્યો હતો. જેના કારણે આપણી સેનાએ પાકિસ્તાનની સેનાને પણ સબક શીખવાડ્યો હતો.