આમચી મુંબઈ

વાયુ પ્રદૂષણ: એન્ફોર્સમેન્ટ સ્કવોડની રચનાનો આદેશ

ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે લેવાશે આકરાં પગલાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરના નેતૃત્વમાં એક સ્કવોડ ટીમ બનાવવાનો નિર્ણય લીધો છે. આ ટીમનું નેતૃત્વ વોર્ડ સ્તરનો અધિકારી કરશે અને ટીમનું કામ તેમના વોર્ડમાં સંબંધિત લોકો પ્રદૂષણને રોકવા માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનો અમલ કરે છે કે નહીં તે તપાસવાનું રહેશે. પાલિકાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવાની ચીમકી પણ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આપી છે. મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલી ગાઈડલાઈનને બુધવારથી સમગ્ર મુંબઈમાં અમલમાં મૂકવામાં આવી છે. મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. વધતી જતી બાંધકામ પ્રવૃતિને કારણ વાયુ પ્રદૂષણમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાથી કમિશનરે નિયંત્રણમાં રાખવા ડેવલપરો સામે વધુ સખત પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે. પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા ડેવલપરોને તુરંત સ્ટોપ વર્કની નોટિસ આપવાનો નિર્દેશ કમિશનરે આપ્યો છે.

પાલિકા કમિશનરે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે મુંબઈના તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને એક એનફોર્સમેન્ટ સ્કવોડ બનાવવા માટે કહ્યું છે. આ સ્કવોડમાં બે વોર્ડ ઍન્જિનિયર, એક પોલીસ, એક માર્શલ સહિત એક વાહનનો સમાવેશ રહેશે. દરેક સ્કવોડનું નેતૃત્વ વોર્ડ સ્તરે એક સિનિયર ઑફિસર કરશે. વોર્ડ સ્તરે તાત્કાલિક આ સ્કવોડ બનાવવાની રહેશે. આ સ્કવોડ વોર્ડની સાઈઝ મુજબની રહેશે. નાનો વોર્ડ હશે તો દરેક વોર્ડ માટે બે સ્કવોડ બનાવવાની રહેશે. મધ્યમ સાઈઝના વોર્ડ માટે ચાર સ્કવોડ અને મોટા વોર્ડ માટે છ સ્કવોડ રહેશે.

આ એનફોર્સમેન્ટ સ્કવોડનું કામ સંબંધિત પરિસરની મુલાકાત લઈને કામના ઠેકાણે વીડિયોગ્રાફી કરવાની રહેશે. કામના ઠેકાણે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાઈ આવે તો તુરંત સ્ટોપ વર્કની નોટિસ આપવાની અથવા કામના સ્થળને સીલ કરવા જેવા આકરા પગલાં લેવાના રહેશે.

મુંબઈના રસ્તા પરની ધુળનું પ્રમાણ ઘટાડવા માટે પાલિકાએ ગાઈડલાઈન બહાર પાડવાના ૧૫ દિવસની અંદર સ્પ્રિંકલર્સ અને ૩૦ દિવસની અંદર મુંબઈની દરેક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ‘એન્ટી-સ્મોગ ગન’ બેસાડવાની રહેશે. તમામ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઍર કવોલિટી ઈન્ડેક્સ મેઝરમેન્ટ સિસ્ટમ બેસાડવાની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…