જૂનાગઢ

જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઈડી હેક, એક આરોપીની ધરપકડ

જૂનાગઢઃ ગુજરાતના સાયબર ગઠીયાઓ બેફામ બન્યા છે. જેમાં સાયબર ગઠીયાઓએ જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ ID હેક કરી લીધું હતું. તેમજ તેના પરથી અલગ અલગ ઓથોરિટીને મેઇલ પણ મોકલવામાં આવ્યા હતા. જોકે, આ કેસમાં તપાસ બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કરાયા

આ અંગે મળેલી વિગત મુજબ જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઇલ ID હેક કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના ઇમેઇલ આઇડી પરથી અલગ અલગ બેંકોને મેઈલ કરાયા હતા. ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કરવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ દ્વારા ફ્રીઝ કરાયેલા ખાતાઓમાં લાખો રૂપિયા હતા.

આપણ વાંચો:  રાજકોટમાં 38 બૂટલેગરના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ બૂલડોઝર એકશન, 55 દબાણો તોડી પડાયા

આરોપીએ સાયબર પોલીસ અધિકારીની ઓળખ આપી

આ સમગ્ર મામલે સાયબર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સાયબર પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ સાયબર પોલીસ અધિકારીની ઓળખ આપી હતી. આ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button