અચાર-પાપડ વેચતા માધવી ભાભીનો ગ્લેમરસ લૂક જોશો તો ઘાયલ થઈ જશો

ખૂબ જ પ્રચલિત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવે ઘણા ઓછા એવા કલાકારો રહ્યા છે જેમણે શૉની શરૂઆતથી આત્યાર સુધી કામ કર્યું છે અને હજુ તે કરી રહ્યા છે. આમાના એક છે ગોકુલધામના એકમાત્ર વર્કિંગ વુમન એટલે કે બિઝનેસ વુમન માધવી ભાભી. ઘરે આચાર-પાપડનો ધંધો કરતા અને પતિ ભીડેમાસ્તરને મદદ કરતા માધવીભાભીના પાત્રમાં મરાઠી અભિનેત્રી સોનાલિકા જોશીએ રંગ જમાવ્યો છે. જોકે આ સાદાસીધા લાગતા મરાઠી ગૃહિણી માધવીભાભીના પાત્રમાં સોનાલિકા ભલે સાડીમાં જ દેખાતી હોય, પણ અસલ જિંદગીમાં તે ઘણી સ્ટાઈલીસ્ટ છે.
તાજેતરમાં તેણે પોતાનો એક ફોટોશૂટ ઈન્સ્ટા અકાઉન્ટ પર રિપોસ્ટ કર્યો છે. જેમાં તેન બોલ્ડ લૂક દેખાઈ રહ્યો છે. સોનાલિકાએ આ લૂકમાં જોઈ ફેન્સ દંગ રહી ગયા છે. બ્લેક ગામઠી ઘાઘરા ચોલી સાથે સોનાલિકાએ જંક જ્વેલરી પહેરી છે. માથે મોટી બિંદી લગાવી છે અને ખુલ્લા વાળ સાથે અલગ અલગ પોઝીશનમાં ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં સોનાલિકા એકદમ બોલ્ડ અને બિન્દાસ્ત લાગે છે.
આપણ વાંચો: ખુશી કપૂરની વેકેશન તસવીરો વાયરલ: જાણી લો ‘કોની સાથે છે?’
તારક મહેતામાં તે આત્મારામ તુકારામ ભીડેની પત્નીના રોલમાં છે અને આ મરાઠી કપલ દર્શકોમાં ખૂબ જ પ્રિય છે. તેમનાથી પ્રિય ગુજરાતી કપલ જેઠાલાલ અને દયાભાભીમાંથી દયાભાભીનો રોલ કરતી દિશા વાકાણીની એક્ઝિટ થયા બાદ જેઠાલલા એકલા પડી ગયા છે. તો તારક મહેતાના બન્ને કલાકાર બદલાયા કરે છે, હાથી કપલ અને રોશન કપલના કલાકારો પણ બદલાયા છે, પરંતુ ભીડે કપલ હજુ એમનું એમ છે.