ભારતીય શેરબજારની સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો

મુંબઇ: ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક નબળા સંકેતો વચ્ચે ફલેટ ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સમાં 24 પોઇન્ટનો વધારા સાથે 82354 ના સ્તરે ખુલ્યો. જયારે નિફ્ટી 14 પોઇન્ટ ઘટીને 25,000ના ઉપરના સ્તરે ખૂલ્યો હતો. જોકે, થોડીવારમાં સેન્સેક્સમાં 110 પોઇન્ટનો ઘટાડો થયો હતો.
ધીમી શરૂઆત છતાં ડિફેન્સ શેરોમાં વધારો
સેન્સેક્સના શેરોમાં , બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ અને સન ફાર્મા શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં બજાજ ફાઇનાન્સ 0.66 ટકા વધ્યો હતો. બીજી તરફ, ઇન્ફોસિસ, ટીસીએસ, ઇન્ડસઇન્ડ બેંક, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા જેવા શેરમાં ઘટાડો જોવા મળ્યો.જેમાં ઇન્ફોસિસ લગભગ 1.73 ટકા ઘટ્યો હતો. ધીમી શરૂઆત છતાં ડિફેન્સ શેરમાં વધારો જોવા મળ્યો હતો.જેમાં પારસ ડિફેન્સ 6 ટકાથી વધુ વધ્યો હતો.
આપણ વાંચો: સેન્સેક્સમાં 2,876 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટ કૅપમાં ₹ 20 લાખ કરોડની વૃદ્ધિ…
એશિયન બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ
સોમવારે એશિયન બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો સૌથી વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.54 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.36 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.47 ટકા અને કોસ્ડેક 0.77 ટકા ઘટ્યો હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નીચા ખુલવાનો સંકેત આપી રહ્યા છે.
અમેરિકન શેરબજાર શુકવારે વધારા સાથે બંધ થયું
યુએસ શેરબજાર શુક્રવારે વધારા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 331.99 પોઈન્ટ વધીને 42,654.74 પર પહોંચ્યો. જ્યારે S&P 500 41.45 પોઈન્ટ વધીને 5,958.38 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 98.78 પોઈન્ટ ના વધારા સાથે 19.211.10 પર બંધ થયો.