ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

જો બાઈડનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર, ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે સ્વસ્થ થવાની કામના કરી…

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને જીવલેણ કેન્સર હોવાનું નિદાન થયું છે. જો બાઇડનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર છે. આ વાતની પુષ્ટિ જો બાઇડનના કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. જો બાઇડનના શરીરના હાડકામાં પ્રોસ્ટેટ કેન્સર ફેલાઈ ગયું છે. તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર ડોકટરો સાથે સારવારના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે પ્રતિક્રિયા આપી
ત્યારે જો બાઈડનને કેન્સર હોવાની માહિતી બાદ અનેક નેતાઓએ તેમને સંદેશા મોકલ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, જો બાઈડનના કેન્સરના સમાચારથી અમે દુઃખી છીએ અને અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે લખ્યું, રાષ્ટ્રપતિ બાઈડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું જાણીને મને અને ડગને ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ જો બાઈડન અને તેમના સમગ્ર પરિવાર સાથે છે.

બાઈડનના કાર્યાલયે કહ્યું કે આ રોગનું ગંભીર સ્વરૂપ
જો બાઈડનના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રોસ્ટેટ નોડ્યુલ મળી આવ્યા બાદ ગયા અઠવાડિયે ડોકટરો દ્વારા જો બાઈડનની તપાસ કરવામાં આવી હતી. તેની બાદ શુક્રવારે તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તેમજ કેન્સરના કોષો જો બાઈડનના શરીરના હાડકામાં ફેલાઈ ગયા હતા. બાઈડનના કાર્યાલયે કહ્યું કે આ રોગનું ગંભીર સ્વરૂપ છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન 82 વર્ષના
ઉલ્લેખનીય છે કે, પ્રોસ્ટેટ કેન્સરને ‘ગ્લીસન સ્કોર’ માં માપવામાં આવે છે. તેને 1 થી 10 ના સ્કેલ પર રેટિંગ આપવામાં આવે છે. ગ્લીસન સ્કોર સામાન્ય કોષોની તુલનામાં કેન્સરગ્રસ્ત કોષો કેવા દેખાય છે તે માપે છે. જો બાઈડનનો સ્કોર 9 છે. જે કેન્સરનું સૌથી ગંભીર સ્વરૂપ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન 82 વર્ષના છે. આ પહેલા પણ, રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બાઈડન સ્વાસ્થ્ય અંગે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આપણ વાંચો : ટ્રમ્પે બાઈડેનને આપ્યો ઝટકો, પુત્ર અને પુત્રીની સિક્રેટ સર્વિસ હટાવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button