ટોપ ન્યૂઝનેશનલ

બાંગ્લાદેશ અને મ્યાનમારના ગેરકાયદેસર નાગરિકો માટે ભારતનું નવીન અભિયાન, 30 દિવસનું અલ્ટીમેટમ…

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે ભારતમાં આવેલા ઈમિગ્રેન્ટ્સ (immigrants )ની ચકાસણી કરવા માટે કેન્દ્ર ગૃહ મંત્રાયલ (Union Home Ministry)દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી દેવામાં આવી છે. આના માટે કેન્દ્ર ગૃહ મંત્રાયલ દ્વારા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ભારતીય નાગરિક હોવાનો દાવો કરનારા લોકોના પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે 30 દિવસની સમયમર્યાદા નક્કી કરી છે. આ 30 દિવસમાં તમામ પ્રકારના દસ્તાવજોને તપાસી લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે 30 દિવસ આપવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે, જો 30 દિવસમાં તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં નહીં આવે, તો તેમને દેશનિકાલ કરવામાં આવશે. કારણે કે, ભારતમાં આવા ઈમિગ્રેન્ટ્સની સંખ્યા વધી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ કેન્દ્ર દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યાં છે, જેમાં ગેરકાયદે આવેલા ઈમિગ્રેન્ટ્સને હાંકી કાઢવાનો નિર્ણય પણ મુખ્ય છે. આ પહેલ પણ સરકાર દ્વારા ઈમિગ્રેન્ટ્સને પાછા તેમના દેશ મોકલી દેવામાં આવ્યાં હતાં.

ઇમિગ્રન્ટ્સ સામે કેન્દ્ર સરકારના નવા અભિયાનનો એક ભાગ
આદેશ પ્રમાણે ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગેરકાયદે ભારતમાં આવેલા ઈમિગ્રન્ટ્સને શોધવા, ઓળખવા અને દેશમાંથી નિકાસ કરવા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. આ સૂચનાઓ બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કેન્દ્ર સરકારના નવા અભિયાનનો એક ભાગ છે. BSF અને આસામ રાઈફલ્સના ડાયરેક્ટર જનરલ (DG) ને પણ આ સૂચના આપવામાં આવી છે. કારણ કે, આ દળો બંને દેશો સાથેની ભારતની સરહદોનું રક્ષણ કરે છે.

ગેરકાયદેસર ઘુસણખોરીનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલોઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે થોડા સમય પહેલા કહ્યું હતું કે, ગેરકાયદેસર ઘુસણખોરીનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં બાંગ્લાદેશીઓની સંખ્યા વધારે હોવાની આશંકા છે. થોડા સમય પહેલા અમદાવાદ અને સુરતમાં થયેલા સઘન તપાસ દરમિયાન 6500 લોકોની અટકાયત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ અમદાવાદના ચંડાળા તળાવ વિસ્તારમાંથી પણ અવૈધ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આવા લોકોને શોધી કાઢવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આપણ વાંચો : ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનારા એજન્ટો રડાર પર, પણ પીડીતો એફઆઇઆર નોંધાવતા નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button